આકાશ, અપના અપના ! – ધીરુ મોદી

.

વિશાળ વટવૃક્ષને છાંયડે …

દરમાં સતત આવ-જા કરતી કીડીએ

આકાશ વિશે ઘણું સાંભળ્યું હતું

પણ એણે કદી આકાશ જોયું નહોતું.

 .

એકવાર આકાશ જોવાને બહાને

તક મળતા આ કીડી

ત્યાંથી પસાર થઈ રહેલા કોઈ એક ઊંટ પર ચઢી ગઈ

 .

…લાંબી ચરણયાત્રા…પૂરી થઈ

ને છેક ઊંચે ગોળાકાર ગાદી સરખા પોચા ઢેકા પર બેઠી.

 .

પછી શ્વાસ હેઠે બેસતાં

ઊંચે જોઈને

એણે આકાશને પૂછ્યું:

-અરે ઓ આકાશ!

બોલ, હજીય તું કેટલું ઊંચું ?

 .

( ધીરુ મોદી )

Share this

2 replies on “આકાશ, અપના અપના ! – ધીરુ મોદી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.