આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?-આફ્ટરશોક – હરેશ ધોળકિયા

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

કચ્છમાં ૨૦૦૧માં વિનાશક ભૂકંપ આવ્યા બાદ જનજીવન વેરવિખેર થઈ ગયું. પણ બહુ ઓછા સમયમાં કચ્છ ફરી ઊભું થઈ ગયું. ભૂકંપની ટૂંકા ગાળાની જે અસરો થઈ તે ટૂંકા ગાળામાં લગભગ હલ પણ થઈ. પણ ભૂકંપની લાંબા ગાળની જે અસરો થઈ હશે તેની અસર કદાચ ૨૦-૨૫ કે એથી વધારે વર્ષો પછી જ ખબર પડશે.

 .

ભૂકંપ થયા પછીના સમયમાં નજીકની વ્યક્તિ સાથે એક એવી ઘટના બની કે ત્યારે મને લાગ્યું કે ભૂકંપ કરતાં પણ હૃદયકંપ વધારે વિનાશક અને ખતરનાક છે.

 .

આવા અનેક જાતના ભૂકંપો વ્યક્તિના જીવનમાં પણ આવતા રહે છે. અને તે પછી તેના આફટરશોક પણ.

 .

આવા જ એક આફટરશોકની વાત લઈને શ્રી હરેશભાઈએ આ નવલકથા લખી છે. આ અગાઉ તેમણે “ખંડિત અખંડ”, “અંગદનો પગ” અને “બિન્દાસ” નવલકથા લખી છે. હરેશભાઈની શૈલી સરળ છે. પહેલેથી છેલ્લે સુધી વાચકને જકડી રાખવાની જવાબદારી તેમણે સુપેરે નિભાવી છે.

 .

આફ્ટરશોક – હરેશ ધોળકિયા

પ્રકાશક: આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

પૃષ્ઠ: ૧૬૦

કિંમત: રૂ. ૧૨૫.૦૦

Share this

6 replies on “આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?-આફ્ટરશોક – હરેશ ધોળકિયા”

 1. ઓપ્શન શાયદ હજુ સુધી તમારી બ્લોગમાં ઉમેરાયું નથી એટલે લખીને ‘LIKE’

 2. ઓપ્શન શાયદ હજુ સુધી તમારી બ્લોગમાં ઉમેરાયું નથી એટલે લખીને ‘LIKE’

 3. “LIKE”
  અત્યાર સુધી કેમ ન વંચાયું ?! હવે ચોક્કસ વાંચવું પડશે.
  મને તો મુખપૃષ્ઠનું ચિત્ર પણ ભાવી ગયું ! પરિચય કરાવવા બદલ આભાર.

 4. “LIKE”
  અત્યાર સુધી કેમ ન વંચાયું ?! હવે ચોક્કસ વાંચવું પડશે.
  મને તો મુખપૃષ્ઠનું ચિત્ર પણ ભાવી ગયું ! પરિચય કરાવવા બદલ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.