પ્રેમ જ લખાશે – ‘રાઝ’ નવસારવી

.

તારા ગયા પછીનું હું વાતાવરણ લખું,

સંબંધને ઉલેચતી એકેક ક્ષણ લખું.

 .

એકાન્ત છે ને સામે પ્રસંગોની ભીડ છે,

મૂંઝાઉં છું કે તમને કયા સંસ્મરણ લખું ?

 .

દિવસ ને રાત તારા અરીસા બની ગયા,

એક જ છબી નિહાળતું હું જાગરણ લખું.

 .

સંબંધનાં છે ઝાંઝવા, છલનાની રેત છે,

દિનરાત પાંગરે છે જે મારામાં રણ લખું ?

 .

બારાખડી સમાઈ અઢી અક્ષરોમાં ત્યાં,

પ્રેમ જ લખાશે ‘રાઝ’ ભલે કાંઈ પણ લખું.

 .

( ‘રાઝ’ નવસારવી )

 

Share this

2 replies on “પ્રેમ જ લખાશે – ‘રાઝ’ નવસારવી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.