પંખીઓ વિશે – જયન્ત પાઠક Jul11 . ૧. ખરાં છો તમે ! નહીં કામ, નહીં કાજ ને તોય અંધારે અંધારે ઊઠી જાવ છો, -માત્ર ગાવા જ ! . ૨. પંખીઓ કવિતા જેવાં છે : ચાલે છે ઓછું, ઊડે છે ઝાઝું ! , ૩. વૃક્ષો ને ઈમારતો વચ્ચેનો ભેદ ભૂલી જવા લાગેલાં આ પંખીઓ ! . ૪. આ પંખીઓ ઊડવાનું બંધ કરી દે તો શું થાય ! આકાશવાણીનો સંદેશવ્યવહારનો આખો કાર્યક્રમ જ રદ થઈ જાય ! . ૫. પંખીઓ ! એકાદ દિવસ માટે તો મને તમારો કંઠ, તમારી પાંખો આપો- ભાષાથી તરડાઈ ગયો છે મારો કંઠ માટીથી ખરડાઈ ગયા છે મારા પગ. . ( જયન્ત પાઠક )
” પંખીઓ, એકાદ દિવસ માટે તો મને તમારો કંઠ,તમારી પંખો આપો, ભાષાથી તરડાઈ ગયો છે મારો કંઠ માટી થી ખરડાઈ ગયા છે મારાં પગ…” ખુબજ સુંદર રજૂઆત… Reply
હિનાબેન,
ખૂબજ સુંદર તસ્વીર આપે લીધી છે. સારા તસ્વીરકાર હો તેમ જણાય છે. !
” પંખીઓ,
એકાદ દિવસ માટે તો મને
તમારો કંઠ,તમારી પંખો આપો,
ભાષાથી
તરડાઈ ગયો છે મારો કંઠ
માટી થી
ખરડાઈ ગયા છે મારાં પગ…”
ખુબજ સુંદર રજૂઆત…