Skip links

ફાઈવ સ્ટાર હોટલની સાંજ – મોના કાણકિયા

.

કોઈ એક ફાઈવ સ્ટાર હોટલના

સ્વીમિંગ પૂલની છેડે

બેસી નિરાંતે દમ ભરીને

પીધેલા બિયરની એ ઘૂંટની સાથે

અંદર ભરાયેલા, વિખરાયેલા ને

ઊમટેલા

લાગણીના કાટમાળને

બહાર કાઢવાનો

ને પછી

એના પર કોઈ એક

કાવ્ય લખી

એક મનુષ્ય તરીકેની ઈમેજ ઉપસાવવાની

અને પાછા,

વધુ એક બિયરના ઘૂંટ સાથે

સૂર્યાસ્ત થતો જોઈ

એના રંગોમાં વિલીન થઈ જવાનું

ક્યાંય સુધી !!

ને પછી,

દરિયાની એ મોજમસ્તી

સાથે મસ્ત થઈ

મનુષ્ય સમા આ દેહને

ક્યાંય સુધી

રમાડ્યા રાખવાનું !!!!

 .

( મોના કાણકિયા )

Leave a comment

  1. સુંદર ભાવ સાથે રચના…

  2. સુંદર ભાવ સાથે રચના…