સાંભરણ તે ક્યાં ગયા – જગદીશ ઉપાધ્યાય

.

વૃક્ષ લીલું, હીંચકો ને બાળપણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા !

ધૂળવંતા રાજવી ને રાજવણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા !

 .

કોઈ વેળા બાગમાં જઈ સાવ અમથું એક લીલું પાંદડું તોડી અને

ફૂલને છંછેડવાના ગાંડપણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા !

 .

હું થતો માયુસ જ્યારે, થૈ જતા પંખી સહુ સૂનાં તમારા બાગમાં

નીર જેવા પારદર્શક આવરણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા !

 .

સાદ સામે ઓટલેથી કોઈ દેતું, ‘કેમ દેખાતો નથી ? દિવસો થયા’

એ ટહુકો, એ રસમ, એ સાંભરણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા !

 .

ના વળે અંધાર ઘેરી દીપ તેથી એક જલતો રાખવા કાજે સતત

ગામ, શેરીમાં થતા જે જાગરણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા !

 .

( જગદીશ ઉપાધ્યાય )

Share this

7 replies on “સાંભરણ તે ક્યાં ગયા – જગદીશ ઉપાધ્યાય”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.