હું તારી પાસે – સુરેશ દલાલ

.

હું તારી પાસે આવતો હતો ત્યારે

મને રસ્તામાં

ફૂલોના દરિયાએ રોકવાનો પ્રયત્ન કર્યો

પણ હું તો નીકળી પડ્યો.

 .

હું તારી પાસે આવતો હતો ત્યારે

મને પ્હાડોના પ્રાણે રોકવાનો પ્રયત્ન કર્યો

પણ હું તો નીકળી પડ્યો.

.

હું તારી પાસે આવતો હતો

ત્યારે હું મને પણ રોકતો હતો

પણ મેં કોઈનું પણ કશું માન્યું નહીં

ને નીકળી પડ્યો તે નીકળી પડ્યો.

 .

હું તારી પાસે આવ્યો તો ખરો

પણ તારા બંધ દરવાજા જોઈ

હું થીજી ગયો-

હવે, હું અહીંથી ક્યાંય પણ જઈ શકું એમ નથી.

 .

( સુરેશ દલાલ )

.

૧૭.૦૭.૧૯૮૬

4 thoughts on “હું તારી પાસે – સુરેશ દલાલ

  1. આપણું ભીતરી અતિ-પરિશુદ્ધ તત્ત્વ જે પસંદ કરે છે,કહોકે- જીવ જેમાં વળગી જાય તે વાત,વસ્તુ,વ્યક્તિ,સ્થળ…ને પાર[બિયોન્ડ]જઈને કંઇ કરવું લગભગ અશક્ય બની જતું હોય છે…,લગાવ કે પ્રેમ જેવું અદ્દલ “સત્વ” છે આ!એજ તો આપણી જીજીવિષા વધાર્યે રાખે છે! ઇવન, પોતાની બુદ્ધિ
    કહે તો પોતાનાથી વિરુદ્ધ જઈને પણ એ [વળગણની પાછળ ભાગીએજ છીએ…
    -લા’કાન્ત / ૨૭-૮-૧૨

    Like

  2. આપણું ભીતરી અતિ-પરિશુદ્ધ તત્ત્વ જે પસંદ કરે છે,કહોકે- જીવ જેમાં વળગી જાય તે વાત,વસ્તુ,વ્યક્તિ,સ્થળ…ને પાર[બિયોન્ડ]જઈને કંઇ કરવું લગભગ અશક્ય બની જતું હોય છે…,લગાવ કે પ્રેમ જેવું અદ્દલ “સત્વ” છે આ!એજ તો આપણી જીજીવિષા વધાર્યે રાખે છે! ઇવન, પોતાની બુદ્ધિ
    કહે તો પોતાનાથી વિરુદ્ધ જઈને પણ એ [વળગણની પાછળ ભાગીએજ છીએ…
    -લા’કાન્ત / ૨૭-૮-૧૨

    Like

Leave a reply to La' KANT Cancel reply