ગોખવું પડતું નથી – હેમેન શાહ

.

વાક્ય, વર્ણન, વ્યાકરણ કંઈ ગોખવું પડતું નથી,

સાચું જે બોલે છે એણે સોચવું પડતું નથી.

 .

શાંતિથી રાખી શકે ખુદમાં ધધકતી આગને,

તેજનું વર્તુળ એણે ઓઢવું પડતું નથી.

 .

રોશની ચીપકાવી દે ફતવો બધી દીવાલ પર,

સૂર્યની છે ખાસિયત કે બોલવું પડતું નથી.

.

એકદમ સીધી નજર જેવું છે એનું ત્રાજવું,

વાંકી બાબતમાંય નમતું જોખવું પડતું નથી.

 .

આ થરકતી પાંખ છે, કોઈ ફરકતો ધ્વજ નથી,

ઉડ્ડયન કાઠી ઉપર જઈ રોકવું પડતું નથી.

 .

( હેમેન શાહ )

Share this

6 replies on “ગોખવું પડતું નથી – હેમેન શાહ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.