કંટકો કાપી – જગદીશ સાધુ ‘પ્રજ્ઞેય’

.

કંટકો કાપી બધે ગુલઝાર કર,

કષ્ટ આપી જાતનો ઉદ્ધાર કર.

 .

ધર્મના વાડા ફગાવીને પછી,

તું સડેલી નાતને પડકાર કર.

 .

વાડથી છૂટી પડે જો વેલ તો,

જિંદગીભરનો ખરો આધાર કર.

નાહજે તું રાતદિન પ્રસ્વેદથી,

હોંશથી સ્વપ્નાં બધાં સાકાર કર.

 .

રોજ રસ્તો એક લેતાં જાનવર,

ચાલ, તું કેડી નવી સ્વીકાર કર.

 .

થરથરે તારી નજરથી મોત પણ,

આંખથી એવી અમીની ધાર કર.

 .

સિદ્ધિઓના વાવટા ફરક્યા કરે,

રોજ એવાં કામ બે-ચાર કર.

( જગદીશ સાધુ ‘પ્રજ્ઞેય’ )

Share this

5 replies on “કંટકો કાપી – જગદીશ સાધુ ‘પ્રજ્ઞેય’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.