આ હોવાનું તે શું છે ? – પ્રબોધ પરીખ Nov16 આ હોવાનું તે શું છે ? જોવા જેવું. ઘર વિના પણ ચારેબાજુ રહેવા જેવું. . આ જોવાનું તે શું છે ? કહેવા જેવું. ભીતરના બે ચાર સમયમાં વહેવા જેવું. . આ કહેવાનું તે શું છે ? સાંભળવા જેવું. છેક સુધીના રૂપરંગને ઝીલવા જેવું. , આ સાંભળવું તે શું છે ? હોવા જેવું. એકમેકને સથવારે જીરવવા જેવું. . આ હોવાનું તે શું છે ? હોવા જેવું. . ( પ્રબોધ પરીખ )