મહત્વ – માર્જોરી પાઈઝર

જીવનની બધી બાબતો કેવી મહત્વની છે,

મિત્રો અને માલિકીની વસ્તુઓ, રાજકીય સંઘર્ષો

અને માનવજાતનું ભવિષ્ય,

જાતીયતા અને રમતગમત અને કોણે કોને માટે શું કહ્યું,

અને કામધંધો અને ખરીદી,

અને થાકી જવું અને સુખી થવું

અને યુવાન થવું અને વૃદ્ધ થવું,

મૃત્યુ નજીક આવે છે

અને આપણી આસપાસની બધી રોજિંદી વસ્તુઓને હડસેલી દે છે,

ત્યાં સુધી રોજેરોજની બધી વસ્તુઓ કેવી મહત્વની છે

જ્યાંથી આપણે આવ્યાં

અને આખરે જ્યાં જવાનાં છીએ

એ મહારહસ્ય સમક્ષ

પછી આ બધી મહત્વની વસ્તુઓ

તુચ્છ બની જાય છે.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

4 thoughts on “મહત્વ – માર્જોરી પાઈઝર

  1. હીનાબેન , આપને ફરી અદભુત રચનાઓ સાથે જોઇને આનંદ થયો , આશા છે કે આપ તે મુશ્કેલ સમય પસાર કરી ચુક્યા હશો .

    Like

  2. હીનાબેન , આપને ફરી અદભુત રચનાઓ સાથે જોઇને આનંદ થયો , આશા છે કે આપ તે મુશ્કેલ સમય પસાર કરી ચુક્યા હશો .

    Like

Leave a comment