ન આવ્યો – ભગવતીકુમાર શર્મા Mar18 સૂનકારથી સાદ ન આવ્યો; મને મોર પણ યાદ ન આવ્યો. . મેલીને મરજાદ ન આવ્યો; આંખોમાં વરસાદ ન આવ્યો. . પરદો તો વેળાસર ઊઘડ્યો; યાદ મને સંવાદ ન આવ્યો. . કાસદ થઈ આવ્યાં પારેવાં; પણ અક્ષર એકાદ ન આવ્યો. . સળંગ સૂત્રતા શી જળવાઈ ! દુ:ખોમાં અપવાદ ન આવ્યો. . કુરુક્ષેત્ર, સ્વજનો, સ્નેહીઓ; કેમ મને અવસાદ ન આવ્યો. . કંઠ શુષ્કને કાન ના સરવા; એક અનાહત નાદ ન આવ્યો. . ( ભગવતીકુમાર શર્મા )