કંઈ અનુભવ – હેમેન શાહ

કંઈ અનુભવ આ સફરના થઈ ગયા,

જ્યાં પહોંચ્યા એ નગરના થઈ ગયા.

 .

હું કશે પણ હક નહીં માગી શક્યો,

સૌ કહે છે આપ ઘરના થઈ ગયા.

 .

એકલા હો ત્યારે વૃક્ષો પૂછશે,

કેટલા દિન પાનખરના થઈ ગયા ?

 .

લોહીનું ટીપુંય જે પાડે નહીં,

એ કહે ટુકડા જિગરના થઈ ગયા.

.

મ્હેક બનવાનું બહુ ભારે પડ્યું,

આપ સરનામા વગરના થઈ ગયા.

 .

( હેમેન શાહ )

Share this

5 replies on “કંઈ અનુભવ – હેમેન શાહ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.