ફૂલની એક ડાળીને – સુરેશ દલાલ

ફૂલની એક ડાળીને

કાચની બારી સાથે પ્રેમ થયો.

 .

બારી તો બંધ

ને ડાળી તો અંધ

આ કેવો સંબંધ !

રે, પૂછો નહીં કેમ થયો ?

ફૂલની એક ડાળીને કાચની બારી સાથે પ્રેમ થયો.

 .

કોઈક દિવસ બારી તો ખૂલશે એ આશામાં,

ડાળી તો ઝૂલ્યા કરે : સૌરભની ભાષામાં

ગુનગુનતી ગીત : પણ અંતે નિરાશામાં.

 .

ફૂલપાન ખરી ગયાં

સ્વપ્નો સૌ મરી ગયાં

ને જીવવાનો વ્હેમ થયો

રે, પૂછો નહીં કેમ થયો ?

 .

( સુરેશ દલાલ )

3 thoughts on “ફૂલની એક ડાળીને – સુરેશ દલાલ

  1. પાંપણ જુકે ને તમને નમન થઈજાય,
    હાથ જોડું ને તમને વંદન થઈજાય,

    હું એવી નજર ક્યાંથી લાવું? કે,
    તમને યાદ કરું ને તમારા દર્શન થઇ જાય.

    from :- અમિત & દિલીપ રાવલ

    Like

  2. પાંપણ જુકે ને તમને નમન થઈજાય,
    હાથ જોડું ને તમને વંદન થઈજાય,

    હું એવી નજર ક્યાંથી લાવું? કે,
    તમને યાદ કરું ને તમારા દર્શન થઇ જાય.

    from :- અમિત & દિલીપ રાવલ

    Like

  3. પાંપણ જુકે ને તમને નમન થઈજાય,
    હાથ જોડું ને તમને વંદન થઈજાય,

    હું એવી નજર ક્યાંથી લાવું? કે,
    તમને યાદ કરું ને તમારા દર્શન થઇ જાય.

    from :- અમિત & દિલીપ રાવલ

    Like

Leave a comment