પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી Apr30 (૧) ત્યાગ, આવી મળેલુ છૂટે એ જ નહીં પણ મેળવવાના વલખા છૂટી જાય એ જ ત્યાગ. વૈરાગ્યના વિસ્તારે જે કુંપળ ફૂટે એ જ જીવંત ત્યાગ. છોડી શક્યાનો અહંકાર પછી સહજ છૂટે એ જ પૂર્ણ ત્યાગ. વૈરાગ્યની ગંગામાં નિરાવરણ પારદર્શક સ્વદર્શન એ જ ત્યાગ દીક્ષા ! . તું અન્ન, ઓડકાર અમે ! . (૨) દીક્ષા, સ્પષ્ટ સમજણ સાથે સત્ય સંકલ્પે, સહજ આયાસે સ્નેહની પગથી ઉપર ગતિ એ દીક્ષા. દેહદમન કે વ્યવહારની વાડાબંધીથી દૂર, સ્વથી સર્વજનાય જોડતો સ્નેહસેતુ એ જ દીક્ષા. પ્રેમની પારદર્શકતામાંથી ઉઠતો અને પ્રસરતો પ્રાકશ એ જ દીક્ષા, સ્વયમ તેજસ્વી અને સર્વનો ઉજાસ એ જ દીક્ષા ધર્મ ! . તું તિલક, કપાળ અમે ! . ( ડો. ભરતભાઈ મિસ્ત્રી )
SUNDER PRARTHNA !