તરસ – હર્ષ બ્રહ્મભટ્ટ Jun6 (૧) ભરેલી માટલીમાંથી પ્યાલો બહાર કાઢ્યો ને જોઉં છું તો- પ્યાલામાં પાણીના બદલે તરસ . (૨) મારી હથેળીમાં શું વીળીને ચાલી ગઈ’તી તું ? . (૩) હાથિયા થોરની જેમ ફૂટ્યા કરે છે મારી હથેળીમાં લીલીછમ તરસ . (૪) જેમ રણમાં ઝાંઝવાં તેમ મારી જીભ પર ઝળહળ તરસ. . ( હર્ષ બ્રહ્મભટ્ટ )
સરસ.