મોર ક્યાં ગયો ? – પ્રીતમ લખલાણી
ગામ પાદર છોડી મોર ક્યાં ગયો ?
થોર વાડ તોડી મોર ક્યાં ગયો ?
.
ટહુકામાં ડૂબવા આવી’તી દરિયેથી
કાંઠે મૂકી હોડી મોર ક્યાં ગયો ?
.
ઝાંઝર તાલે અરમાની ઓઢણીના
શમણાં આંખે ખોડી મોર ક્યાં ગયો ?
.
આભ ધરા વચ્ચે રૂપાળો રેશમી
ગુંજતો નાતો જોડી મોર ક્યાં ગયો ?
.
‘પ્રીતમ’ ઊછળતા લાગણીના દરિયાને
પરપોટે પરપોટે ફોડી મોર ક્યાં ગયો ?
.
( પ્રીતમ લખલાણી )
ગઝલના ફોર્મેટમાં લખાયેલી આ રચના સુંદર લાગી પણ છંદોબધ્ધ નહીં…
ગઝલના ફોર્મેટમાં લખાયેલી આ રચના સુંદર લાગી પણ છંદોબધ્ધ નહીં…