કોઈ સારી કવિતા – સુરેશ દલાલ Oct22 કોઈ સારી કવિતા વાંચું છું ત્યારે બ્લોટિંગ પેપર થઈને તમામ શાહી ચૂસી લેવાનું મન થાય છે. . જોકે, બધી જ કવિતા શબ્દથી લખાતી નથી કે બધી જ કવિતા શબ્દમાં સમાતી નથી. કેટલીક કવિતા આંખની બહાર હોય છે, તો કેટલીક કવિતા આંખની ભીતર હોય છે. કેટલીક કવિતા વાણીથી પર હોય છે, તો કેટલીક કવિતા મૌનની પેલે પાર હોય છે. . ( સુરેશ દલાલ )