કવિતાનો સૂર્ય – પ્રીતમ લખલાણી Dec29 છત પર લટકતાં ઝુમ્મર વચ્ચે એક પતંગિયું બંધ બારીઓ જોઈ જોઈને વિચારોના દરિયામાં ડૂબી ગયું છે. કેમ આજ કારણ વિના નભથી રિસાયા છે વાદળો ! જો અચાનક મોસમ બદલાઈ તો ? ભીંત પર જડેલા પેલા ચિત્રોમાં ચૂપચાલ ઊભેલાં વૃક્ષોની ડાળે એકાદ બે પાંદડાં ફરફરી ઊઠે અને પછી તેની કોઈ ડાળે ટહુકા વેરતું પંખી માળો બાંધવા આવી ચઢે તો ! ઘર, ગલી અને ફળિયા વચ્ચેના વાદળ ઘેરાયેલા આકાશમાં કવિતાનો સૂર્ય ઝળહળી ઊઠે ! . ( પ્રીતમ લખલાણી )