પ્રભુના મહિમાના સ્વીકારની પ્રાર્થના – ઇયાન્લા વાન્ઝાન્ટ

વહાલા પ્રભુ,

હું સ્વીકારું છું તમે ઉદાત્ત છો, તમે અદ્દભુત છો, આશ્ચર્ય અને વિસ્મયથી ભરેલા છો.

પ્રભુ, તમે મને દરેક જગ્યાએ મદદ અને સંરક્ષણ આપવા હંમેશ તત્પર હો છો.

દરેક પરિસ્થિતિમાં તમે કેટલા શક્તિશાળી અને સામર્થ્યવાન છો એનો મને પૂરેપૂરો પરિચય થાય છે.

તમે ચતુર, કુનેહબાજ છો. તમે સ્વસ્થ મધ્યસ્થી છો, તમે કાબેલ અને નિપુણ છો, એ હું બરાબર જાણું છું.

પ્રભુ, હું પૂર્ણપણે સ્વીકારું છું કે તમે મને દરેક સંજોગોમાં માર્ગ સુઝાડો છો અને પ્રતિકૂળ પરિસ્થિતિથી દૂર રાખો છો.

હું તમારા પ્રેમથી ગદ્દગદ છું.

હું તમારા જ્ઞાન અને શાણપણને વંદન કરું છું.

હું તમારી કરુણાથી ભાવવિભોર બનું છું.

અને તમારી કૃપાથી હું ભીંજાઉં છું.

તમે મારી દરેક સમસ્યાનું નિરાકરણ આપો છો.

મારા દરેક પ્રશ્નનો ઉત્તર તમે જ છો.

જ્યારે હું તોફાનમાં સપડાઉં છું ત્યારે તમે મને શાંતિ આપો છો.

પ્રભુ, મારા હૃદયમાં અને મનમાં હું તમારી સંનિધિનો, તમારી શક્તિનો અનુભવ કરું છું.

તમારી અદ્દભુત શક્તિ અને સામર્થ્યને કારણે હું ખૂબ જ બહાદુરીથી, હિંમતથી અને સ્વસ્થતાથી અડગ રહી શકું છું.

મારા જીવન અને અંતરાત્મામાં બધું જ સરળ અનુભવું છું.

એમ જ હોવું જોઈએ અને એમ જ છે.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )

Leave a comment