મારો નશો – ફરીઉદ્દીન અત્તર

જે શાંત સૌમ્ય માણસો છે એને મારો નશો કદી નહીં સમજાય

એ લોકો કદી મારા કાર્યને સમજી નહીં શકે

દુનિયાદારીના માણસો તો દેવળમાં જાય છે

તેઓ કદી સમજી નહીં શકે

નશાબાજ માણસના હૃદયની ગમગીની

જે લોકો ગૌરવ અને અહંકાર પહેરીને ફરે છે એ લોકો કદીયે

મારા રહસ્યના પડદાની પાછળ જોઈ નહીં શકે

જે લોકો કદી પોતાના પ્રિયતમથી વિખૂટા નથી થયા

એ લોકો કદીયે નહીં સમજી શકે મારા પ્રિયતમ વિનાની રાત્રિને

હું તો મારા ઘરમાં બંદીવાન મારા પ્રિયતમ વિના

ઘરમાં એટલા માટે કે બહારના માણસો મારી વેદના ન જોઈ શકે

બુલબુલની બેચેની, કળીના ઝુરાપાને

કેવળ બગીચાનું ફૂલ જ સમજી શકે

જે લોકો કદીયે પ્રેમની યાતનામાં પડ્યા નથી

તેઓ કદીયે ‘અત્તર’ની વ્યથાને ઓળખી ન શકે.

 .

( ફરીઉદ્દીન અત્તર, અનુ. સુરેશ દલાલ )

 .

મૂળ : પર્શિયન

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.