રોજ એની – રશીદ મીર Mar19 રોજ એની પ્રતિક્ષા કરતા રહો પ્રેમ છે તો તિતિક્ષા કરતા રહો . ખુદના દ્વારે કદી કરો આહલેક એમ નિજનીય દીક્ષા કરતા રહો . કેમ બેઠાં છે અડોઅડ આજે ખાસ એની સમીક્ષા કરતા રહો . પામવા એક ભવ પડે ઓછો આ ગઝલ છે વિવક્ષા કરતા રહો . પારખાં અન્યના બહુ કીધાં ‘મીર’ નિજની પરીક્ષા કરતા રહો . ( રશીદ મીર )