Skip links

હિંદુ ધર્મ શું છે ? – મહાત્મા ગાંધી

gandhiji

.

હિંદુ ધર્મ શું છે ?

 .

હિંદુ ધર્મનું એ સદ્દભાગ્ય છે અથવા દુર્ભાગ્ય છે કે એ કોઈ સત્તાવાર સંપ્રદાય નથી. એટલે કોઈ પ્રકારની ગેરસમજથી મારી જાતને ઉગારવા માટે મેં કહ્યું છે કે સત્ય અને અહિંસા મારો ધર્મ છે. જો મને હિંદુ ધર્મની વ્યાખ્યા આપવાનું કહેવામાં આવે તો હું એટલો જ જવાબ આપું કે હિંદુ ધર્મ એટલે અહિંસક સાધનો દ્વારા સત્યની શોધ. કોઈ માણસ ઈશ્વરને પણ ન માનતો હોય છતાં તે પોતાની જાતને હિંદુ કહેવડાવી શકે છે. મક્કમપણે સત્યની ખોજ કર્યા કરવી એનું નામ જ હિંદુ ધર્મ. જો આ ધર્મ હાલમાં મૃતપ્રાય, નિષ્ક્રિય અને જડ બન્યો હોય, તો તેનું કારણ એ છે કે આપણે થાકી ગયા છીએ. પરંતુ આપણો થાક ઊતરી જતાં તુરત જ, હિંદુ ધર્મ કદાચ પહેલાં કદી નહીં જોવામાં આવ્યું હોય એવા પ્રખર તેજ સાથે વિશ્વમાં ઝળકી ઊઠશે. અને ખરેખર તેથી જ હિંદુ ધર્મ બધા ધર્મ કરતાં સૌથી વધારે સહિષ્ણુ ધર્મ છે.

 .

( મહાત્મા ગાંધી )

Leave a comment

  1. મારા મતે પણ દુનિયા નો જો કોઇ શ્રેષ્ઠ ધર્મ હોય તો એ હિન્દુ ધર્મ જ છે કેમ કે, એ સત્ય અને અહિંસાનું પાલન કરાવે છે.

  2. મારા મતે પણ દુનિયા નો જો કોઇ શ્રેષ્ઠ ધર્મ હોય તો એ હિન્દુ ધર્મ જ છે કેમ કે, એ સત્ય અને અહિંસાનું પાલન કરાવે છે.