કાતરઘેલો સાયબો – અનિલ રમાનાથ

મારો કાતરઘેલો સાયબો

લૂગડાં વેતરે

વત્તું કરે

મૂછ કાપે

હવે આંગળિયું નથ હાલતી તોય બે આંગળિયું હલાવ્યા કરે

ને મોઢેથી બોલ્યા કરે

ખચ ખચ ખચ ખચ

હું સોઈ-દોરો ને તમારા ભાઈ કાતર

 .

મેં ભોળીએ ઈમ કીધું કે

ઘરડે ઘડપણ હાથમાં કરતાલ શોભે, કાતર નૈ

પણ કોઈનું માને નૈ

એકનો બે નો થાય

પોતે દાઢીજટા વધારે

ગામનું વત્તું કરે, પોતાનું નૈ

 .

સું વાત્ય કરું બોન

એક વાર તો ઈને સોપડીયું કાપવાનું વેન લીધું

સોપડી ગંધાય સોપડી ખાઉં

ગોંધીબાપુની સોપડી વાંહે કાતર લઈને ધોડ્યા

ઈ પડ્યા ઉપર પાટું કે’વાય કે નૈ ? બ્રોબર ને ?

લૂગડું ફાટે તો સાંધું પણ સોપડી સંધાય કિમ ?

 .

સું વાત્ય કરું બોન

એક ફેરી ગોમમાં કોઈની સોપડી બાર પડી

તમારા ભાઈંને સોપડીની રિબન કાપવા તેડી ગ્યા

આખું ગોમ ભેગું થ્યું

ભાસણો થ્યાં, સરસતી માની મૂર્તિ પાહે

દીવડા પેટવ્યા,

પન તમારા ભાઈએ સોપડીની રિબન હાર્ય સોપડી જ કાપી નાખી

ગોમને બૌ ખોટું લાઈગું

સોપડીનો લખનારો ભોઠો પડી ગ્યો

તે દન ને આજની ઘડી

મારો કાતરઘેલો સાયબો હરિજન બની ગ્યો

 .

સું વાત કઉ બોન

એક ફેરી નખ વધાર્યા

મેં ખાલી અમથું જ કીધું

નખી તળાવ ખોદવું સે ?

ધરાર નખ નો કાઈપા તી નો કાઈપા

મારો નખજમણો સાયબો મને હાચું કે’તો

નખ કપાય, ઓંગળી નો કપાય

સમજફેર થાય તો હું હું હું હું હું કપાય, સગપણ નો કપાય

 .

મેં ભોળીએ ઈમ કીધું કે

ઘરડે ઘડપણ હાથમાં કરતાલ શોભે, કાતર નૈ

પણ કોઈનું માને નૈ

એકનો બે નો થાય

પોતે દાઢીજટા વધારે

ગામનું વત્તું કરે, પોતાનું નૈ

 .

( અનિલ રમાનાથ )

2 thoughts on “કાતરઘેલો સાયબો – અનિલ રમાનાથ

  1. ખૂબ સરસ હળવી કવિતા
    અને સરસ ફીલૉસૉફી સાથે
    “સમજફેર થાય તૉ હૂ હૂ હૂ હૂ હૂ કપાય સગપણ નૉ કપાય”

    Like

  2. ખૂબ સરસ હળવી કવિતા
    અને સરસ ફીલૉસૉફી સાથે
    “સમજફેર થાય તૉ હૂ હૂ હૂ હૂ હૂ કપાય સગપણ નૉ કપાય”

    Like

Leave a comment