કબીરી અદાથી – આહમદ મકરાણી

જીવું છું જગતમાં ફકીરી અદાથી;

લઉં, શ્વાસ છોડું, અમીરી અદાથી.

 .

હતો, ના હતો હું, ભલે થૈ જવાનો;

વહેતો રહું છું સમીરી અદાથી.

.

જરા શોધશો મળે કૈં નિશાની;

ગયો છાપ છોડી લકીરી અદાથી.

.

‘ન તેરા, ન મેરા’-જીવું એમ સમજી,

ફિકર એ જ ફાકી કબીરી અદાથી.

.

( આહમદ મકરાણી )

Share this

2 replies on “કબીરી અદાથી – આહમદ મકરાણી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.