મીરાંબાઈ-મહેશ શાહ Aug11 સુપણે આવે રે એને હૈયે વરતે સાંવરાની આણ એને સુપણે આવે ને કરે દર્શનની લ્હાણ એને સુપણે આવે રે એનો સાંવરો ગઢના આ કાંગરાનો ભો નથી બાઈને મથરાવટી મેલી કરી એણે તો ચ્હાઈને એને બાકી સંસાર ઝાડી-ઝાંખરા ને પ્હાણ એને સુપણે આવે રે એનો સાંવરો તડકો ને ટાઢ એને સુખદુ:ખની ક્યાં પડી ? સાંવરાના સંગની શું જણસ કાંઈ સાંપડી ! એને ભગવા તે રંગની પિછાણ એને સુપણે આવે રે એનો સાંવરો નીંદ ને ઉજાગરાને બેઉ બાજુ ઘેરતું શૂળ એક મીઠું એના હૈયાને હેરતું એના દર્દને જાણે તો કોઈ જાણે સુજાણ એને સુપણે આવે રે એનો સાંવરો ( મહેશ શાહ )