આ કેવો પેંતરો-દિવ્યા સોની “દિવ્યતા”

આ કેવો પેંતરો, એ રચી રહયા છે;
હારી ખુદને, મને એ જીતી રહયા છે !

એકમેકમાં એવા સમયભાન ભૂલ્યા,
કે દિનરાત, વર્ષો થઈ વીતી રહયા છે !

લાગણી એ જ છે પહેલા જેવી જ;
તણાવનું કારણ સમય-સ્થિતિ રહયા છે !

મારી બધી એષણાઓ ટેકવી રાખતા,
એમના જ ગોખલા ‘ને ખીંટી રહયા છે !

એકેએક શ્વાસે, અમે વિશ્વાસથી ,
ભવેભવ એકમેકમાં વીંટી રહયા છે !

( દિવ્યા સોની “દિવ્યતા” )

Share this

2 replies on “આ કેવો પેંતરો-દિવ્યા સોની “દિવ્યતા””

  1. મારી બધી એષણાઓ ટેકવી રાખતા,
    એમના જ ગોખલા ‘ને ખીંટી રહયા છે !

    very imaginative writing, Khoob saras ghazal!

  2. મારી બધી એષણાઓ ટેકવી રાખતા,
    એમના જ ગોખલા ‘ને ખીંટી રહયા છે !

    very imaginative writing, Khoob saras ghazal!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.