કોણ છે ?-દિવ્યા સોની “દિવ્યતા”
આ આવ્યું મનમાં કોણ છે ?
કે હૈયે પડ્યું, ઘીનું મોણ છે ?
જ્ઞાન પામવાની અવઢવમાં,
એકલવ્યને મળ્યા દ્રોણ છે !
કોરે કોરા રણમાં જુઓને;
મીઠી ઝરમર ઓણ છે !
નષ્ટ થાય મારું મારાપણું,
સાચા સ્નેહનો દ્રષ્ટિકોણ છે !
બર્બ્યુડાના ત્રિકોણથીયે ,
પેચીદો પ્રેમનો કોણ છે !
( દિવ્યા સોની “દિવ્યતા” )
કોરે કોરા રણમાં જુઓને;
મીઠી ઝરમર ઓણ છે !
ઓણ – આ વર્ષ. નવો શબ્દ જાણ્યો.
કાફીયા અઘરો છે. જો વધુ એક કડી લખવી હોય તો દિપીકા પાદુકોણ ને જ ઉલ્લેખવી પડે ?
કોરે કોરા રણમાં જુઓને;
મીઠી ઝરમર ઓણ છે !
ઓણ – આ વર્ષ. નવો શબ્દ જાણ્યો.
કાફીયા અઘરો છે. જો વધુ એક કડી લખવી હોય તો દિપીકા પાદુકોણ ને જ ઉલ્લેખવી પડે ?