
भीमकाय
चकित करने वाली विशालता
बिना प्रयास जहां आप ऊपर जा सकते हैं
नीचे भी।
भरसक कोशिश आपको
बरगलाने, ललचाने की
कि आप जरूरत, पसंद की चीजों के अलावा
गैर-जरूरी चीजों को भी रखें धकियाते ट्राली में।
शहर के बड़े होने का अहसास
जुड़ा इस विशालता से
ज्यादा खाने, बे-जरूरत बे-वजह खाने से भी
जुड़ा है बड़े होने का अहसास।
लादे-लादे इसे
घूम रहे हैं जहां-तहां
देख रहे हैं पुतलों को,
सिर नहीं है जिनके
पहने हैं उन्होंने आकर्षक कपड़े
सब आ-जा रहे हैं ऊपर-नीचे
दूसरे तीसरे चौथे माले
सब बे-फिक्र हैं, मस्त हैं, खरीददार हैं
और बेचने वाले आश्वस्त हैं।
.
( प्रताप राव कदम )
.
|| મોલ ||
મહાકાય
ચકિત કરનારી વિશાળતા
વિના પ્રયાસ જ્યાં તમે
નીચે પણ
પૂરેપૂરી કોશિષ
તમને ભરમાવવા, લલચાવવાની
જેથી તમે જરૂરિયાત અને પસંદગીની વસ્તુઓ ઉપરાંત
બિનજરૂરી ચીજો પણ મૂકતા જાઓ ટ્રોલીમાં
નગરના વિકાસની અનુભૂતિ
જોડાઈ છે આ વિશાળતા સાથે
વધારે પડતું ખાવા, અનાવશ્યક, અકારણ ખાવા સાથે પણ જોડાયેલ છે આ વિશાળતાનો સંદર્ભ
એ બધું લાદીને જ્યાં જ્યાં ફરો છો
એ બધે જુઓ છો પૂતળાં
જેમને શીર્ષ નથી
પણ એમણે પહેર્યા છે આકર્ષક કપડાં
બધા ભાગમભાગ કરે છે ઉપર નીચે
બીજા – ત્રીજા – ચોથા માળે
બધા બેફિકર
બધા મસ્ત
બધા ગ્રાહક
અને વિક્રેતાને નિરાંત છે..
.
( પ્રતાપ રાવ કદમ, હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )