पेट्रोल, गैस और कामरेड-मनमीत सोनी

आज सुबह बहुत ख़ुश था कामरेड

.

कह रहा था :

.

“युद्ध हो रहा है भाईसाहब युद्ध!”

.

मैंने कहा :

.

“तो”?

.

तो हँसी को दबाकर
आवाज़ में गंभीरता का अभिनय करते हुए बोला :

.

“अब तो गया साला मोदी!”

.


मैंने पूछा :

.

“कैसे गया मोदी?”

.

तो उसने बातों की रेलगाड़ी ही चला दी :

.

“अब पेट्रोल महंगा हो जाएगा”
“अब गैस महंगी हो जाएगी”
“अब लम्बी लम्बी लाइन लगेगी”
“अब लोग ब्लैक मार्केटिंग करेंगे”
“अब मारा-पीटी छीना-झपटी होगी”
“अब धारा एक सौ चौवालीस लगेगी”
“अब राहुल गाँधी का महत्व समझ आएगा”
“अब कांग्रेस मज़बूत बनकर उठेगी”
“अब इतना संकट होगा कि मध्यावधि चुनाव होंगे”
“अब चुनाव में मोदी हारेगा”
“अब मोदी पर केस होंगे”
“अब मोदी जेल जाएगा”
“अब मोदी वाले सपोर्टर रोयेंगे”
“अब अल्पसंख्यक मज़बूत होंगे”
“अब असली लोकतंत्र की स्थापना होगी”
“अब भारत नेहरू का भारत बनेगा”
“अब भारत गाँधी का भारत बनेगा”

.

इतना कहते कहते
हांफने लगा कामरेड

.

और
ज़मीन पर उकडू बैठ गया!

_

मैंने कामरेड को उठाया
थोड़ा-सा पानी पिलाया
यू ट्यूब पर “आज तक” लगाया
भारत सरकार की प्रेस कॉन्फ्रेंस दिखाई
और फिर धीरे से बताया :

.

होरमुज़ स्ट्रेट में
भारतीय जहाज़ों को अनुमति मिल गई है कामरेड!

.


कामरेड के चेहरे का तो
रंग ही उड़ गया

.

उसने कहा
इण्डिया टीवी लगाओ

.

उसने कहा
एबीपी न्यूज़ लगाओ

.

उसने कहा
आर. भारत लगाओ

.

उसने कहा
Ndtv लगाओ

.

उसने कहा
सब के सब झूठे हैं

.

जल्दी से देखो
क्या रवीश कुमार की कोई वीडियो आई है
क्या पुण्य प्रसून वाजपेई की कोई वीडियो आई है
क्या अभिसार शर्मा की कोई वीडियो आई है
क्या ध्रुव राठी की कोई वीडियो आई है

.

_

मैं समझ गया था
अगर कामरेड को थोड़ा और पानी नहीं पिलाया
तो इसका राम नाम सत्य हो जाएगा

.

हालांकि किसी भी भारतीय कामरेड का
“राम नाम सत्य” कभी नहीं होता
एक सच्चे भारतीय कामरेड का
हमेशा ही “इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन” होता है

.

मैंने कामरेड को
गाड़ी में बिठाया
गाड़ी स्टार्ट की
गाड़ी पेट्रोल पम्प तक पहुंची ही थी

.
कि कामरेड चीख़ उठा :

.

“पेट्रोल ख़त्म”
“पेट्रोल ख़त्म”
“पेट्रोल ख़त्म”

.

लेकिन कामरेड को फिर झटका लगा
जब मैंने गाड़ी की टंकी फुल करवाई

.

_

कामरेड को ड्रिप लगी
कामरेड को ORS पिलाया गया
कामरेड को विटामिन b12 और d3 की सुईयां लगीं
तब जाकर कुछ नॉर्मल हुआ कामरेड


हॉस्पिटल से छुट्टी मिली
तो लंगड़ाते हुए बाहर आया कामरेड
जुबान पर जैसे लकवा पड़ गया था

.

कामरेड बुदबुदा रहा था :

.

“एक मौक़ा और गया”
“एक मौक़ा और गया”
“एक मौक़ा और गया”


दोस्तो!

.

बहुत मुमकिन है
कि महंगा हो गया हो पेट्रोल
कि महंगी हो गई हो गैस

.

लेकिन कितना सस्ता हो गया है
हमारा कामरेड

.


दोस्तो!

.

मेरे मन में तो हँसी के फव्वारे छूट रहे हैं
इसलिए कामरेड को फोन नहीं कर सकता
लेकिन आप ज़रूर कर सकते हैं
कृपया आप तो पूछिए
क्या कामरेड ठीक है या नहीं

.

कहीं ऐसा तो नहीं
कि सड़कों पर पैदल निकल गया हो कामरेड

.

गैस एजेंसी के सामने
भीड़ नहीं पाकर
और ज़्यादा बावला हो गया हो

.

_

दोस्तो!

.

पता तो करो…

.

कामरेड कहाँ है?
कामरेड कैसा है?
कामरेड क्या कर रहा है?

.

दोस्तो!

.

पेट्रोल से भी
ड्राइक्लीन नहीं होते
कामरेड की गद्दारी के दाग़ धब्बे!

.

आप क्या कहते हैं???

.

( मनमीत सोनी )

જે ડરાવે છે-મંગલેશ ડબરાલ

જે આપણને ડરાવે છે

એ હંમેશા એમ કહેતો હોય

ડરવા જેવી કોઈ વાત નથી

હું કોઈને ડરાવતો નથી

.

જે આપણને ડરાવે છે

એ હવામાં આંગળી ઊંચી કરીને કહે છે

કોઈએ ડરવાની જરૂર નથી

એ પોતાની મુઠ્ઠી ભીડીને હવામાં ઉલાળે છે

અને પૂછે છે

તમે ડરતા તો નથી ને

.

જે આપણને ડરાવે છે

એ પોતાની તીક્ષ્ણ ઠંડી આંખોથી આપણને ઘુરે છે

અને નીરખે છે – કોણ કોણ ડરી રહ્યાં છે

.

લોકો જ્યારે ડરવા લાગે છે, એ રાજી થાય છે

અને હસતાં હસતાં કહે છે

ડરવાનું કોઈ કારણ નથી

.

જે આપણને ડરાવે છે

એ ત્યારે સ્વયં ડરી જાય છે

જ્યારે એ જુએ છે

કે કોઈ એનાથી ડરી નથી રહ્યું.

.

( મંગલેશ ડબરાલ, હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )

.

जो डराता है

.

जो हमें डराता है

वह कहता है डरने की कोई बात नहीं है

मैं किसी को डरा नहीं रहा हूँ

जो हमें डराता है

वह हवा में अपनी अंगुली तान कर कहता है

किसी को डरने की जरूरत नहीं है

वह अपनी मुट्ठियाँ भींच कर हवा में उछालता है

और पूछता है तुम डर तो नहीं रहे हो

.

जो हमें डराता है

वह अपनी तीखी ठंढी आँखों से हमें घूरता है

और देखता है कौन-कौन डर रहा है

लोग जब डरने लगते हैं वह खुश होने लगता है

और हँसते हुए कहता है डरने की कोई वजह नहीं है

वह खुद डर जाता है

जब वह देखता है कि कोई डर नहीं रहा है।

जो हमें डराता है

.

( मंगलेश डबराल )

મિત્ર-સિદ્ધાર્થ બાજપેયી

|| મિત્ર ||

એ મિત્ર હતો

એકનો એક

પહેલી જાસુસી ચોપડી

પહેલી સિગરેટ

પહેલો ઝઘડો

પહેલો પ્રેમ

અમારું બધું સહિયારું હતું

.

હું વહેંચતો

મારા દુઃખ એની સાથે

કશું બોલ્યા વિના

અને કશું બોલ્યા વિના સમજી પણ જતો

એનો મૂંઝારો અને એનાં સપના

.

એની પાસેથી ઉછીના લીધેલા પૈસા ક્યારેય ભારરૂપ ન લાગતા દિલને

અને આપતો તો કશું જ નહીં એને

.

કેવળ એ એક જ હતો

જેની સામે રડી શકતો હું

એટલે એ જ્યારે મર્યો

તો રડ્યો નહીં હું

.

જ્યારે સમાચાર મળ્યા એના મૃત્યુના

અર્ધ ચંદ્ર આકાશમાં હતો

પછી આકાશમાંથી ચંદ્ર ગાયબ થયો અને હું એકલો ઊભો હતો બાલ્કનીમાં

.

રાત્રિમાં

આકાશમાં

દુનિયામાં

હું સાવ એકલો હતો..

.

( સિદ્ધાર્થ બાજપેયી, હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )

કઈ હતી મારી માતૃભાષા ?-સિદ્ધાર્થ બાજપેયી

કઈ હતી મારી માતૃભાષા ?

ફળિયાની કોરે ઉગેલા

ટમેટાંના લીલા છોડમાં

અચાનક એક લાલ ટમેટું જોઈ હું બોલી ઊઠેલો

પહેલીવાર ” અરે ! “

જે તોતડી ભાષામાં

એ ?

.

અથવા પછી

બધાં સપના જોયાં જે ભાષામાં

એ અલ્લડ અને બાલિશ ઉંમરમાં

એ ?

.

કે પછી

જે ભાષામાં રમતાં રમતાં લડી પડતાં

અમે નાના નાના ભેરુઓ

અથવા

જે ભાષામાં લખી કવિતાઓ

અને પ્રેમના કાચા પાકા સંદેશા

એ ?

.

પરંતુ ના ,

ખરેખર તો મારી માતૃભાષા એ હતી

જેમાં મારી બા રડતી

ક્યારેક ક્યારેક

ચુપચાપ

એકલાં – એકલાં…

.

( સિદ્ધાર્થ બાજપેયી, હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )

( મૂળ કવિતા કવિના સંગ્રહ आसान सी बातें માંથી )

.

कौन-सी थी मेरी मातृभाषा

———————————

कौन-सी थी मेरी मातृभाषा?

आंगन के किनारे

उगे टमाटर के हरे पौधों में अचानक

एक लाल टमाटर देख मैंने कहा पहली बार

‘अरे!’ जिस तोतली भाषा में वह?

या फिर सारे सपने देखे जिस भाषा में

एक अल्हड़ और मूर्ख-सी उम्र में, वह?

या जिस भाषा में लिखी कविताएं

और लिखे प्रेम के कच्चे-पक्के संदेशे, वह?

पर सच में तो

मेरी मातृभाषा वह थी

जिसमें मेरी मां रोती थी कभी-कभी

चुपचाप अकेले में!

નિકળ્યો છું પતવાર લઈને-( હિમાંશુ પટેલ “અદ્વૈત”)

નિકળ્યો છું પતવાર લઈને
સ્વપ્નોની ભરમાર લઈને.

.

ક્યાં લગ જાશે વ્હાણ અમારું !
ભ્રમણાઓનો ભાર લઈને.

.

જો ને મારી નૈયા ડૂબે !
આવ મનુ અવતાર લઈને.

.

ભીતર કોઈ મરવાં લાગ્યું
આવ હવે જણ ચાર લઈને.

.

પંખી ઊડ્યું ડાળ ઉપરથી
લીલોછમ ચિત્કાર લઈને.

.

શ્વેત ચળકતા જગમાં ભટકું
અણઘડ શો આકાર લઈને.

.

દરિયો શાને મોટો થ્યો છે ?
નદીઓનાં ઘરબાર લઈને.

.

સત્ય ભલા શાને શોધે છે?
પુસ્તક તું દળદાર લઈને !

.

( હિમાંશુ પટેલ "અદ્વૈત" )

આવી જવાના છે-ભાવિન ગોપાણી

ખભો દેનાર મોડી રાતના આવી જવાના છે
પછી વહેલી સવારે સ્વપ્નને કાઢી જવાના છે

.

બધાના હાથમાં પથ્થર ના આવી જાય એ જોજે !
સતત બે હાથ જોડીને બધા થાકી જવાના છે

.

સ્વયંના પ્રેમમાં ડૂબેલ ઘરનું આ જ છે ભાવિ
હશે બારી એ સ્થાને આયના લાગી જવાના છે

.

બધા ભેગા મળી અંધારને ગાયબ તો કરશે પણ,
ચિરાગો એકબીજાથી અહીં દાઝી જવાના છે

.

તમારા કારનામાની થશે જો પિતૃઓને જાણ
તમારા શહેરમાંથી કાગડા નાસી જવાના છે

.

( ભાવિન ગોપાણી )