-
જાણે હવાને-સુરેન્દ્ર કડીયા
જાણે હવાને બાથમાં જકડી, ઝીણી કરી, માંડી અગમની વાત મને પંખિણી કરી. . હું તો અતિશે સ્થિર સરોવરનું જળ હતી, એણે કરી કરી પરશ તરંગિણી કરી. . મારે તો પાંચ ટેરવાં જ જીતવા હતાં, સેના શબદની તોય મેં અક્ષૌહિણી કરી. . હું તો વિખેરી જાતને વેરાઈ પણ ગઈ, કોણે ઊભી કરી મને વીણી વીણી કરી…
-
નીંદર ઊડી ગઈ છે-જીગર જોશી ‘પ્રેમ’
જીવન છે દરિયો ઘૂઘવતો ને મારી જળથી નીંદર ઊડી ગઈ છે, આ હમણાં હમણાંની વાત ક્યાં છે પ્રથમથી નીંદર ઊડી ગઈ છે. . તમારા હોઠો ભીના હો મારા જીવનની બસ એટલી બીના હો, હૃદયના કોરા ખૂણે ઊછરતી તરસથી નીંદર ઊડી ગઈ છે. . ઉજાગરાઓ હસી રહ્યા છે આ મારી આંખોની અવદશા પર, યુગો યુગોનો છે…
-
અજવાળા કરજે-દેવાયત ભમ્મર
. અંતર મનમાં આઈ અજવાળા કરજે. સૌ જન જનમાં આઈ અજવાળા ભરજે. . શક્તિ, શક્તિશાળી બને. પ્રભા એની પ્રભાવશાળી બને. હૃદય હર એકમાં આઈ કંકુ થઈને ખરજે. અંતર મનમાં આઈ અજવાળા કરજે. . દેહ આ છે ગરબો, છેદ સત્યાવીસ. પ્રગટજે મા તું પ્રજ્ઞા થઈને, ગરબો ગવડાવીશ. દીવડો એક દિલ મધ્યે જ્ઞાનભક્તિનો ધરજે . અંતર મનમાં…
-
પધારો મા…..-માનસી એમ. પાઠક
. આસોની સવાર સાવ ઢૂકડી છે. ભાદરવાનો તપારો હજી શમ્યો નથી પણ વહેલી સવારની શીતળતા વરતાય છે. વર્ષા ઋતુમાં નવયૌવન પ્રાપ્ત કરતી પ્રકૃતિ, શરદમાં મા સ્વરૂપે દરેક રસ એકત્ર કરીને ફક્ત મીઠો રસ પાવા આવે છે. એ આવી રહી છે, ગુલાબી પગલાં પાડતી. એનાં ઝાંઝરનો ઝણકાર આખાય વાતાવરણમાં ગૂંજી રહ્યો છે. સોળ શણગાર સજીને પોતાની…
-
રસ્તો-દીવાન ઠાકોર
(૧) પંખીઓ ઊડે છે આકાશમાં ચિતરાયેલા અદ્રશ્ય રસ્તા પર મંજિલ સુધી પહોંચવા. . (૨) અજાણ્યાને ભેગા કરે છે સ્વજનોને છૂટા પાડે છે -અને રસ્તો રસ્તાને મળે છે. . (૩) થાકીને, હારીને, પરવશ બનીને ચાલું છું. બધા માટે છે એક જ રસ્તો આશાનો. . (૪) આંખો મીંચીને પણ ચાલી શકાય છે અદ્રશ્ય રસ્તા પર. . (૫)…
-
એ દોસ્ત છે !-રિષભ મહેતા
સ્હેજ ડર; એ દોસ્ત છે ! દૂર સર, એ દોસ્ત છે ! . એ ભલે નિંદા કરે, માફ કર, એ દોસ્ત છે ! . માર્ગ તારો રોકશે, હમસફર એ દોસ્ત છે ! . રાહ દેખે ક્યારનો- ચાલ ખર; એ દોસ્ત છે ! . એ ભલે ચડતો શિખર, તું ઊતર; એ દોસ્ત છે ! . ચાલ…
-
છોડ તું-ધ્વનિલ પારેખ
તારી ભીતર હોય અવઢવ છોડ તું, રોજ વધતી જાય સમજણ છોડ તું. . પારદર્શક હોય માણસ સારું છે, બાકી તૂટી જાય સગપણ છોડ તું. . સુખનું એવું કોઈએ ઠેકાણું નથી, એવું જો લાગે તો સુખ પણ છોડ તું. . રાત આખી સળગે દીવો શક્ય નાં, તો પછી ઓ દોસ્ત અવસર છોડ તું. . ચોતરફથી છે…
-
પાણી સ્તોત્ર
પાણીને પાણી ડુબાડે એવું પાણી જોઈએ, પાણીથી પાણી ઉગાડે એને માણી જોઈએ. . પાણીને પણ માનવી જેવું જ મન કૈં હોય છે, ચાલ, એને હાથ હળવે ઝાલી નાણી જોઈએ. . ધોધરૂપે ધસમસ પડે છે, પથ્થરો તોડી રહે, હોય છે રેશમ સમું એ, ચાલ તાણી જોઈએ. . વાદળ ઉપર વાદળ પહેરી ગર્જતું ને દોડતું, કોની પરે…
-
अँधेरे में बुद्ध-गगन गिल
अँधेरे में बुद्ध अपनी प्रतिमा से निकलते हैं . अपनी काया से निकलते हैं अपने स्तूप से निकलते हैं अस्थि-पुंज से निकलते हैं . अँधेरे में बुद्ध परिक्रमा करते हैं माया की मोक्ष की पृथ्वी की . काँटे की नोंक पर ठिठकते हैं अँधेरे में बुद्ध . दुख उनके लिए है जो उसे मानते हैं…
-
રાત આખી-ગગન ગિલ
તોફાની રાત હશે અને પ્રેમ ઠોકશે તારા હૃદયનો દરવાજો. તોફાની રાત હશે અને પ્રેમ બોલાવશે તને હવાની પેલે બાજુથી. તોફાની રાત હશે અને પ્રેમ કૂદી પડશે બારીની બહાર. રાત આખી તને ઊંઘમાં દેખાશે એના માથા પરનો ઘા જ્યારે પ્રેમ પલળતો હશે તારા દરવાજાની બહાર, પોતાના જ લોહીમાં. . સવારે તું આવીશ તારા ઓરડાની બહાર. .…
-
Home