-
બધું જ કહી દીધા પછી – સર્વેશ્વરદયાલ સકસેના
. બધું જ કહી દીધા પછી કંઈક એવું છે જે રહી જાય છે, તમે એમને વાચા નહીં આપતા. . તે પડછાયો છે મારા પવિત્ર વિશ્વાસોનો, તે પૂંજી છે મારા મૂંગા અભ્યાસોની, તે આખીયે રચનાનો ક્રમ છે, તે જીવનનો સંચિત શ્રમ છે, બસ એટલો જ હું છું, બસ એટલો જ મારો આશ્રય છે, તમે એમને વાચા…
-
એકલો – લીલાધર જગૂડી
. તારીખો પણ ત્રીસ અને માણસ એકલો અઠવાડિયાં પણ ચાર અને માણસ એકલો મહિના પણ બાર અને માણસ એકલો ઋતુઓ પણ છ અને માણસ એકલો વર્ષ પણ અનેક અને માણસ એકલો કામ પણ ઘણાં અને માણસ એકલો . ( લીલાધર જગૂડી, અનુ. નૂતન જાની )
-
સ્પર્શ – જગદીશ ત્રિવેદી
. આ કોણ રહી રહીને ઉત્તેજ્યા કરે મારા હૃદયને ? સમય બે-સમય આવીને આમ જાય છે કોણ સ્પર્શી મારા હૃદયને ? અનુભવ નથી આવા જલમૃદુ સ્પર્શનો મને – અને એટલે જ તો ઓશિયાળું થઈને હૃદય તાક્યા કરે મારી આંખોની ભીતર શુંય ! ક્યાંક રહ્યું રહ્યું કોઈ દિનરાત – પલવિપલ સ્પર્શ્યા કરે મને ઊંડે ઊંડે !…
-
ગોખવું પડતું નથી – હેમેન શાહ
. વાક્ય, વર્ણન, વ્યાકરણ કંઈ ગોખવું પડતું નથી, સાચું જે બોલે છે એણે સોચવું પડતું નથી. . શાંતિથી રાખી શકે ખુદમાં ધધકતી આગને, તેજનું વર્તુળ એણે ઓઢવું પડતું નથી. . રોશની ચીપકાવી દે ફતવો બધી દીવાલ પર, સૂર્યની છે ખાસિયત કે બોલવું પડતું નથી. . એકદમ સીધી નજર જેવું છે એનું ત્રાજવું, વાંકી બાબતમાંય નમતું…
-
તું – રાજેન્દ્ર પટેલ
. કૂંજો ભરેલો છે ને ખાલી છે પ્યાલો જન્મોજન્મથી તું એને ભરે એની રાહમાં હું પ્યાલો થઈ ગયો છું. . હું હાથ લંબાવું છું કૂંજા તરફ પણ અડી શકતો નથી. પણ, તું ભરે છે મને ન ભરીને. તરસ્યો વધુ સંતોષાય છે ના પીવાથી ન ભરવાથી. જો કશું થતું જ નથી તો પછી એકમેકમાં ભરાવું, ખાલી…
-
કવિતાની પ્રક્રિયા – યોસેફ મેકવાન
. જગત મને સ્પર્શે છે ત્યારે… કવિતા રચાય છે હું જગતને સ્પર્શું છું ત્યારે જમાનો કરવટ બદલે છે ! હું શબ્દોને સ્પર્શું છું ત્યારે શબ્દો મૂંઝાય છે પણ શબ્દો મને સ્પર્શે છે ત્યારે હું કલકલું છું મને વિસ્મયની ક્ષણો ફૂટે છે ત્યારે હું ક્ષણમાં નથી હોતો.. હું જગતની છવિ ખેંચતો હોઉં છું… અને પછી-એમ જ-…
-
સાવિત્રી ? – પન્ના નાયક
. કહેવાય છે કે દરેક પ્રદક્ષિણાનું મળતું હોય છે કશુંક પુણ્ય… હુંય ફરતી (સાવિત્રી ?) ચક્કર ચક્કર શબ્દને કાચે તાંતણે વેદનાના વડલાની આસપાસ મારી આ પ્રદક્ષિણાનું કહોને કયું પુણ્ય…. ? કયું વૈકુંઠ…. ? . ( પન્ના નાયક )
-
ત્રણ લઘુ કાવ્યો – પન્ના નાયક
(૧) મધદરિયે મોટાં મોટાં વહાણોય ડૂબી જાય છે એ જાણવા છતાંય દરિયાની છાતી પર નવોઢાની જેમ માથું મૂકવાનું અદમ્ય આકર્ષણ કેમ નહીં રોકી શકતી હોય સઢવાળી નાનકડી હોડી ? . (૨) વિરહમાં હિજરાઈ હિજરાઈને ઢળી પડેલાં મારાં સ્તનોની આંખ ઉજાગરાથી રાતી રાતી . (૩) મન . ચૈતરની ભડભડતી બપ્પોરે ધગધગતા લંકાના સોનેરી નગર વચ્ચોવચ્ચ દાઝતું…
-
ઝંખના – પલ્લવી શાહ
. ચારે બાજુ આગ ફેલાયેલી છે. એની જ્વાળાઓ પળે પળે વધતી જ જાય છે. તેની જાળથી બધું ભસ્મ થતું જાય છે, ને એમાં મારી એક પછી એક વસ્તુઓ નામશેષ થતી જાય છે. આ આગની જાળની વચ્ચોવચ્ચ ઉભેલી હું અને નિ:સહાય નજરે મારું બધું નામશેષ થતાં જોઈ રહી છું. ફક્ત હું અને હું જ બચી છું.…
-
તું – રાજેન્દ્ર પટેલ
. દર્પણ તો લટકે છે વરસોનાં વરસથી પણ ઝાંખુ થતું નથી તારી યાદની જેમ. . એક વાર જોયું તારા દર્પણમાં ત્યારથી મારા પ્રતિબિમ્બમાં ખોળું છું તારો ચહેરો. . તું આવીશ ત્યારે ગમે તેટલો ઝાંખો હોઈશ ઝગમગી ઊઠીશ તારી આંખોની જેમ. . . પવન તો આવે ને જાય પણ તું ન આવે ત્યાં સુધી હું ક્યાંથી…
-
Home