-
પહેલો વરસાદ – સંદીપ ભાટિયા
. પહેલો વરસાદ ક્યા બાત હૈ, દુબારા દુબારા, ઓહોહો, વાહ વા છે . એક જ ટીપામાં એ ઠાલવી દે દરિયો ને વાત કહી દે ટૂંકી બહેરમાં મસ્તીના વેદ મહોબતની રુચાઓ બધી ગાય બે પંક્તિના શેરમાં . જીવ જેને ઝંખે એ કાંદાના ભજિયા ને ગરમગરમ ફુદીનાની ચા છે પહેલો વરસાદ વાહ વા છે . છત્રી કે…
-
મૌનથી – સુરેશ દલાલ
. તારા મૌનથી હું અકળાઉં છું એમાં રહેલો નારાજીનો ભાવ છૂપો રહેતો નથી અને એ મારા રાજીપાને હત્યારાની જેમ હણી નાખે છે મારે આટલી હદે સંવેદનશીલ ન થવું જોઈએ પણ સંવેદના અને તર્કને બારમો ચંદ્રમા છે તને મનાવવાનો કોઈ અર્થ નથી અનુભવથી એટલું સમજાય છે કે તને ક્યારે, કયા કારણે વાંકુ પડે છે એની બારાખડી…
-
ક્ષણ – નલીની માડગાંવકર
. મારા આનંદનો શ્વાસ વેદનાનો નિશ્વાસ બની પાછો ફરે એ પહેલાં, મારે આ ક્ષણને જીવી લેવી છે. જેમ… વૃક્ષ જીવે છે ફૂલનો આનંદ બનીને… આકાશ જીવે છે ખળખળતી નદી બનીને… રેતીના પટ પર ઊઠતી પગલાંની સંકેતલિપિ વાંચ્યા વગર ભૂંસવા સમય તો ક્યારનોય અધીરો થઈ રહ્યો છે. પણ… મારે પાછું વળીને જોવું નથી. દસ આંગળીઓની કેડીએ…
-
દ્વાર ખખડાવે – તુરાબ ‘હમદમ’
. દ્વાર ખખડાવે કશું વળતું નથી, એક સરનામું હજી મળતું નથી. . બંધ બારી-બારણાં, ભીંતો બધીર સાદ મારો કોઈ સાંભળતું નથી. . એ રીતે અંધકારમાં ડૂબી ગયા, કોઈ વાતે દિલ, આ ઝળહળતું નથી. . જિંદગીના આકરા આ તાપમાં કોણ એવું છે જે ઓગળતું નથી. . હું નથી ફળતો કદાચિત સ્વપ્નને, કાં, પછી સપનું મને ફળતું…
-
એક દિવસ પક્ષીની પાંખમાંથી પીંછું ખર્યું – કિશોર શાહ
. હળવેકથી તે જમીન પર ઊતર્યું ઊતરતાં તેણે જમીન પર પોતાનો પડછાયો જોયો જમીનને અડતાંવેંત એને લાગ્યું કે એ પોતાનું અસ્તિત્વ ખોઈ બેઠું છે આકાશમાં ઊડતાં પંખીઓ તરફ તે તાકવા માંડ્યું ફરી ઉડવાનો પ્રયત્ન કરવા લાગ્યું. એકાએક હવાની એક લહેરખી આવી લહેરખીના બળે તે ફરી ઊંચકાયું ઊંચે તેણે પોતાનો પડછાયો નાનો થતો જોયો. આમ ધીરે…
-
વચ્ચે ના કશું – મહેશ જોશી
. છાતીનું પોલાણ-વચ્ચે ના કશું એકલો અંધાર-વચ્ચે ના કશું. . એક ધરતીકંપ જેવા લોહીઝાણ શબ્દના ઘરવાસ-વચ્ચે ના કશું. . આંખમાં દીવો બળે છે ક્યારનો જીર્ણ આ અસબાબ-વચ્ચે ના કશું. . મોજ સ્પર્શીને કિનારાને તજે ઓટ ને જુવાળ-વચ્ચે ના કશું. . તારી આંખો ચોતરફથી તાકતી તાકતી જંજાળ-વચ્ચે ના કશું. . એની ભીતર ઘૂઘવે છે ઝાંઝવાં ત્યક્ત…
-
માછલી સંદર્ભે – નારાયણ જોશી
. (૧) આ માછલીઓ એ બીજું કોઈ નથી પણ પૂર્વજન્મમાં અવગતે ગયેલી હોડીઓ જ છે ! . (૨) એ સત્ય છે કે : પાણી વગર, પાણી બહાર માછલી તરફડે જ, પણ… માછલી વગર પાણી અંદર પાણીને તરફડતા તમે ક્યારેય જોયું છે ? . (૩) આપણે જે દરિયાનો ઘૂઘવાટ સાંભળીએ છીએ એ ખરેખર તો માછલીના મૌનનો…
-
ભાષાન્તર કરું – અજય પુરોહિત
. પગતળે ઈચ્છાનું ભાષાન્તર કરું થાકના ચ્હેરાનું ભાષાન્તર કરું . ફૂલથી કોમળ હવાની છું શરત- રેશમી ટહુકાનું ભાષાન્તર કરું . હું સમયની રેતમાં ઊંડે ગયો- ધૂળમાં પગલાંનું ભાષાન્તર કરું . હું અજાણ્યા સૂર્યની નજીક ડૂબ્યો- સાંજ છું, તડકાનું ભાષાન્તર કરું . હું જ મારી સંધિ ને મારો સમાસ શૂન્યથી ઘટનાનું ભાષાન્તર કરું . કોઈ સુક્કા…
-
ઈશ્વર તો લહેરી લાલો છે – પ્રવીણ દરજી
. ઈડિપસ, ઓડિસિયસ કે ઈફેજેનિયા તમે સમજો, જરા નિરાંતે વિચારો આપણે માટે હવે એક જ વિકલ્પ રહ્યો છે : ઈશ્વરની સાથે સમાધાન કરી લેવાનો. આપણે જિંદગીને આપણી માની લેવાની એક મોટી ભૂલ કરી બેઠા છીએ પણ હજી બહુ મોડું થયું નથી. સત્યનો સ્વીકાર કરીએ અને સમજીએ કે જિંદગી ઈશ્વરે એની મરજીથી આપેલું એક બંધ કવર…
-
પ્રાર્થના – સુરેશ દલાલ
. અમસ્તું પણ બહાર જવું હોય તો માણસે ઉંબરો છોડવો જોઈએ. ક્યાંક પહોંચવું હોય તો ઘરની દીવાલને વળગી ન રહેવાય. બહાર જવા માટે જો આટલું કરવું પડતું હોય, કશુંક છોડવું પડતું હોય –તો તને પામવા માટે, ભીતર પ્રવેશવા માટે માણસે કેટલું બધું છોડવું જોઈએ… પહેલાં તો છોડી દેવા જોઈએ છઠ્ઠી આંગળી જેવા લટકતા સંબંધો. આ…
-
Home