-
રઝળપાટ માટે – એસ. એસ. રાહી
. અરણ્યોમાં તરસ્યું હરણ ના મળ્યું અને કોતરોમાં ઝરણ ના મળ્યું. . પ્રણયગ્રંથ ઉથલાવી નાખ્યો છતાં, હૃદયસ્પર્શી કો’ અવતરણ ના મળ્યું. . પુરાણા હરીફોએ ચાહ્યો મને, નવા દોસ્તોનું શરણ ના મળ્યું. . હું મેળામાં અમથો ગયો તે છતાં, મને કેમ એકેય જણ ના મળ્યું. . મને ‘રાહી’ હોવાનો અફસોસ છે, રઝળપાટ માટેય રણ ના મળ્યું.…
-
…કોણ, કોનામાં ? – વિશાલ જોષી
. હવે તો મન ભરીને મન કહેતું : “કોણ, કોનામાં ?” જુદી રીતે જુદાઈને સહેતું, કોણ કોનામાં ? . થયું લ્યો, આગમન એનું અને આ ઘર કહી ઊઠ્યું : નવું લાગે બધું શાને, રહેતું કોણ, કોનામાં ? . નજાકત આપણા સંબંધની ફૂલો સરીખી છે, મહેકે છે સુગંધી શ્વાસ લેતું કોણ, કોનામાં ? . રડી છે…
-
કામમાં આવ્યો – ગૌરાંગ ઠાકર
. ગઝલ લખવાનો જીવનમાં અનુભવ કામમાં આવ્યો, મને હું જાણવા લાગ્યો અને ભવ કામમાં આવ્યો. . મને ત્યારે જ લાગ્યું દોસ્ત રાઘવ કામમાં આવ્યો, જગતમાં જે ઘડી માનવ ને માનવ કામમાં આવ્યો. . હવા નિષ્ફળ ગઈ સાંકળ ઉઘાડી નાખવામાં… પણ, અમારા ઘરનાં ખાલીપાને પગરવ કામમાં આવ્યો. . ઊભા છે આમ તો રસ્તાને રસ્તો દઈને રસ્તામાં,…
-
તારા પ્રેમપત્રો વાંચું છું – સુરેશ દલાલ
. તારા પ્રેમપત્રો વાંચું છું મરેલા માણસની કુંડળીને જ્યોતિષી વાંચતો હોય, એમ ! . હંસની પાંખ થઈને આવેલા કાગળોનું હવે કશુંય મહત્વ નથી તો પછી કયા મમત્વથી પ્રેરાઈને સ્મૃતિના કબ્રસ્તાનમાં હું આવી પહોંચ્યો છું ? લાગણી નથી હોતી ત્યારે જ માણસ લાગણીનું પૃથક્કરણ કરે છે. ફાટી ગયેલું એક એક પરબીડિયું સ્મૃતિની રઝળતી કબર છે. અક્ષરોના…
-
મળ્યા છે દિવસો – દિનેશ ડોંગરે “નાદાન”
. મળ્યા છે દિવસો અમને નિરંતર ભાગવા માટે, અને રાતો ગણીને તારલાઓ જાગવા માટે. . ઉદાસી બારસાખે બાંધવા માંડી છે તોરણિયાં, ફરીથી રાગ મારી અવદશાનો રાગવા માટે. . તમે વરદાનમાં એક જ કૃપાઓ એમ વરસાવી, હવે તો હાથ પણ ઊઠતા નથી કૈં માગવા માટે. . બધાં જોખમ ઉઠાવીને અમે ડૂબકી લગાવી છે, હવે ઊંડાણ દરિયાનું…
-
કહો તો બારણાં ખોલું ! – મહેન્દ્રસિંહ પઢિયાર ‘મરમી’
. જળાશયમાં તરે ઉંબર, કહો તો બારણાં ખોલું ! નિહાળ્યું સ્વપ્નમાં સરવર, કહો તો બારણાં ખોલું ! . ઘણાંયે પૂજવા મંદિર ગયા છે એ ખબર જાણી, અહીં આવી ચડ્યા ઈશ્વર, કહો તો બારણાં ખોલું ! . હવાનો હાથ ઝાલીને સુગંધી ફૂલ પણ આવ્યાં, થયો છે આંગણે અવસર, કહો તો બારણાં ખોલું ! . અહો આશ્ચર્યથી…
-
અગિયાર લઘુકાવ્યો
(૧) પ્હાડ પર ઊગ્યા છે ઝાડ કુહાડી કટકા કરે છે છાંયડાના. . ( કિશોર શાહ ) . (૨) મેં જેને આખું ને આખું આકાશ આપ્યું એણે મારી પાંખોને કાપી નાખી. ચલો, હવે મિત્રને છોડીને દુશ્મનના શરણે જઈએ. મેં જેને આખો ને આખો સમુદ્ર આપ્યો એણે મારી હોડીને હડધૂત કરી. ચલો, હવે…. . ( સુરેશ દલાલ…
-
અજંપો – તુરાબ ‘હમદમ’
. નથી એ ચપટી નગરનો અજંપો, મને રોજ પીડે છે ઘરનો અજંપો. . રડે નહીં કદી આમ ઝાકળના રૂપે હશે રાતને રાતભરનો અજંપો. . નથી જંપ હોતો કદી ઓસરીને સતત કોરી ખાએ ઉંબરનો અજંપો. . લીલોછમ્મ લાગું ભલે બહારથી હું, મને રોજ ડંખે ભીતરનો અજંપો. . પીળા એટલે થઈ ગયા પાન લીલા ઝળૂંબે સતત પાનખરનો…
-
હું ગૌતમ નથી – ખ્યાલીલુર રહેમાન આઝમી
. હું ગૌતમ નથી પણ જ્યારે હું મારા ઘરની બહાર નીકળ્યો ત્યારે મને હતું કે હું મારો પોતાનો તાગ લઈશ- હું પણ વૃક્ષની છાયામાં બેસીશ મારા પર પણ પ્રબુદ્ધત્વનો ઉદય થશે . પણ મારી સાથે શરીરની આગ સળગતી હતી ઘરની બહાર પવન સખત ફૂંકાતો હતો જ્વાળાઓ વધુ ને વધુ તેજ થતી હતો અને પ્રત્યેક વૃક્ષ…
-
સાંભરણ તે ક્યાં ગયા – જગદીશ ઉપાધ્યાય
. વૃક્ષ લીલું, હીંચકો ને બાળપણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા ! ધૂળવંતા રાજવી ને રાજવણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા ! . કોઈ વેળા બાગમાં જઈ સાવ અમથું એક લીલું પાંદડું તોડી અને ફૂલને છંછેડવાના ગાંડપણ તે ક્યાં ગયા ? હમણા તો અહીંયા હતા ! . હું થતો…
-
Home