Home

  • મધ્યરાત્રિએ આવતી – સુરેશ દલાલ

    . મધ્યરાત્રિએ આવતી રાતરાણીની મ્હેક જેવી તારી યાદ અંધારામાં હળુહળુ કંડારે છે એક કોમળ શિલ્પ. પથારીમાં પડેલો હું એને જોયા કરું છું નિ:સ્તબ્ધતાથી. ઝાકળથી જન્મેલી એની આંખો જાણે કે હમણાં જ હસી પડશે. બિડાયેલા હોઠમાંથી એકાએક પ્રગટશે સૂર્યનો લાલ રંગ અને આખા ચહેરાને અજવાળતો એ કંકુ થઈને મ્હોરી ઊઠશે. જરાક પણ જો એનાં ચરણ હલચલ…

  • ક્યારે પાછા આવશે – ખલીલ ધનતેજવી

    . એકલા છોડી ગયા તે ક્યારે પાછા આવશે, દૂર જઈ ભૂલી ગયા તે ક્યારે પાછા આવશે.  . જે તરસ લઈને ફરે છે, એ કિનારે આવશે ઝેર જેવું પી ગયા તે તે ક્યારે પાછા આવશે.  . આ ધરા ફણગાશે, લીલીછમ ફરી થાશે કદી, મૂળથી ઊખડી ગયા તે ક્યારે પાછા આવશે.  . જે થયા પરલોકવાસી, રોઈ નાખ્યું…

  • હું તો પહેલા વરસાદથી – રમેશ પારેખ

    . હું તો પહેલા વરસાદથી ભીંજેલી હો શ્યામ, મારે જાવું ક્યાં જાવું રે બોલ ?  . જોઉં તો ભાનસાન પાણી વિના ય તૂટી પડતા વરસાદ સમા લાગે ઝીલવા જઉં તો કેર કાંટાની જેમ રાજ, મારો સહવાસ મને વાગે  . ચોમાસુ બેસવાને આડા બે-ચાર માસ તો ય પડે ધોધમાર હેલી  . હું રે ઉનાળાની સાંકડી નદી…

  • પ્રેમ જ લખાશે – ‘રાઝ’ નવસારવી

    . તારા ગયા પછીનું હું વાતાવરણ લખું, સંબંધને ઉલેચતી એકેક ક્ષણ લખું.  . એકાન્ત છે ને સામે પ્રસંગોની ભીડ છે, મૂંઝાઉં છું કે તમને કયા સંસ્મરણ લખું ?  . દિવસ ને રાત તારા અરીસા બની ગયા, એક જ છબી નિહાળતું હું જાગરણ લખું.  . સંબંધનાં છે ઝાંઝવા, છલનાની રેત છે, દિનરાત પાંગરે છે જે મારામાં…

  • વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૪-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

    .

  • વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૩-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

    .

  • વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૨-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

    .

  • વૈદિક સનાતન ધર્મની અપૂર્વતા-૧-સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી

    સ્વામિની સદ્દવિદ્યાનંદા સરસ્વતી હિંદુ ધર્મની વૈદિક સંસ્કૃતિના મોખરાના આચાર્ય અને મહાત્મા એવા પૂજ્ય સ્વામી દયાનંદ સરસ્વતી (કોઈમ્બતુર)ના શિષ્યા છે. જેમને જીવનનું સત્ય જાણવાની ઈચ્છા છે તેમને તેઓ સરળ ભાષામાં ભગવદ્દગીતા અને ઉપનિષદો શીખવે છે. તેઓ સંસ્કૃતના વિદ્વાન હોવાથી મૂળ ગ્રંથો અને ભાષ્યોને સહજ રીતે વ્યક્ત કરે છે. તેમણે સ્વામી દયાનંદ સરસ્વતી પાસે ગુરુ પરંપરાથી ગુરુકુલમાં…

  • પ્રાર્થના : એક પ્રેરક બળ – જ્યોતિબહેન થાનકી

    . ૧૯૬૮-૬૯માં મુંબઈમાં તોફાનો થયાં ત્યારે લશ્કરને બોલાવવામાં આવ્યું હતું. વેસ્ટર્ન કમાન્ડ લશ્કરી ટુકડીના વડા એલ. એસ. રાવત હતા. તેમણે મુંબઈમાં શાંતિ સ્થાપવાની જવાબદારી સ્વીકારી. તે દિવસે રવિવાર હતો. પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકારે કમાન્ડર રાવતને પૂછ્યું : ‘સાહેબ, મુંબઈમાં શાંતિ સ્થાપતાં કેટલો સમય લાગશે ?’ કમાન્ડર રાવત થોડી ક્ષણો આંખો બંધ કરી એકાગ્ર…

  • जादूगर – नन्दिनी मेहता

    . आज उसे देखते ही मेरे आँसू निकल आये स्वयं विधाता ही जैसे रुठ गये कल तक हरा भरा पत्तियों से लदा था आज बिलकुल सूखा ठूंठ रह गया था उसके दुर्भाग्य पर आंसू बहाने एक पत्ता तक नहीं था  . किसी जादूगर को आते मैंने नहीं देखा किंतु एक दिन सबेरे बडा अजूबा देखा…

  • Home