Home

  • લઘુકાવ્યો

    ૧. એકાદ મોતી બંધાશેની આશામાં છીપ જેવી મારી આંખ સપનાનાં લાખો બુંદ ઝીલે છે. પણ સપનાં તો સરી જાય છે પાન પરના ઝાકળની જેમ !  . ( વજેસિંહ પારગી )  . ૨. ડાયવોર્સ પેપર પર સહી કરતા કરતા ભૂંસાઈ ગયા સપ્તપદીના સાતેય પગલાં !!! . ( દિનેશ કાનાણી )  . ૩. ખરે  બપોરે ગાડી ખેંચી…

  • આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?-આફ્ટરશોક – હરેશ ધોળકિયા

    મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? કચ્છમાં ૨૦૦૧માં વિનાશક ભૂકંપ આવ્યા બાદ જનજીવન વેરવિખેર થઈ ગયું. પણ બહુ ઓછા સમયમાં કચ્છ ફરી ઊભું થઈ ગયું. ભૂકંપની ટૂંકા ગાળાની જે અસરો થઈ તે ટૂંકા ગાળામાં લગભગ હલ પણ થઈ. પણ ભૂકંપની લાંબા ગાળની જે અસરો થઈ હશે તેની અસર કદાચ ૨૦-૨૫ કે એથી વધારે વર્ષો પછી…

  • પૂછશો ના શી રીતે – ખલીલ ધનતેજવી

    . પૂછશો ના શી રીતે જીવાય છે. શ્વાસ જેવા શ્વાસ હાંફી જાય છે.  . તે છતાં પીંછાં સલામત છે હજી, રોજ આ કાયા સતત પીંખાય છે.  . જે તમે લખતા નહોતા પત્રમાં, એ તમારી આંખમાં વંચાય છે !  . હું હવે મોટા ગજાનો થઈ ગયો છું, પીઠ પાછળ મારી વાતો થાય છે.  . આ બધી…

  • લાવારસ – જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’

    . જુઓ, ભાઈ ! સાવ એવું નથી કે આપણને મહાન બનવાનું ન ગમે; આપણને ય ગમે ! પણ- આપણી ઝંખનાઓને લિમિટમાં રાખવી સારી ! ધારો કે બોર્ડની પરીક્ષાનો પહેલો જ દિવસ હોય અને- પિતાના આકસ્મિક મૃત્યુના ખબર આવે…. માથે આભ તૂટી પડ્યું હોય… ને પગતળેથી ધરતી સરકી ગઈ હોય… જીવનની અસલ પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો…

  • ભમરાઓએ – સુરેશ દલાલ

    . ભમરાઓએ ફૂલો પાસે જવાનું માંડી વાળ્યું છે. રેશમી ડંખ એમના ગુંજારવને ઘેરી વળે છે. રૂંધાઈ જાય છે એમનો કંઠ ફૂલોની પાંખડીઓ એમની એમ રહે છે અને ભમરાઓ પળવારમાં ખરી પડે છે. પ્રેમનો જો આવો જ નતીજો હોય તો ફૂલને બદલે કાંટાથી વીંધાઈ મરવું વધારે સારું. ફૂલો પાસે જતી વખતે અપેક્ષા હોય છે, કાંટાઓ કોઈ…

  • કોઈ કોઈવાર – લાલજી કાનપરિયા

    . કોઈ કોઈવાર, હજી કોઈ કોઈ વાર મારાં સ્મરણોમાં આવી તું પજવે ધરાર !  . સરનામું તારું ખોવાઈ ગયું તો કેમ કરી લખવો કાગળ ! સંદેશોય મોકલું કોની સંગાથ ? મારા આભલામાં એક્કે ના વાદળ !  . કોઈ કોઈવાર હજી કોઈ કોઈવાર મારી આંખોથી વરસે છે આંસુની ધાર ! . કોણ જાણે ક્યાં આથમી ગયા…

  • કહાન હવે – વિનોદ ગાંધી

    . કહાન હવે ગોકુળમાં એકલા ફરે છે ગોકુળમાં કોઈ નથી ગોપી ને ગાય હવે ગોકુળમાં એકલી ચરે છે ! કહાન હવે ગોકુળમાં એકલા ફરે છે !  . ગોકુળ છોડીને કહાન નીકળી તો ‘ગ્યા’તા કે આવીશ હું એકવાર પાછો વિરહિણી ગોપીઓ, તો વૈકુંઠ વહી ગઈ હવે ગોકુળથી કાંઈ નથી નાતો, ગોકુળમાં નંદજીનું સૂનું છે ઘર અને…

  • તલસાટ – પરાજિત ડાભી

      . લાગણીઓ માટે તરફડતા એક તરસ્યા માણસનો તલસાટ મેં જોયો. એણે મને કહ્યું કે એણે આંસુના એક જ ટીપાંમાં આખ્ખો દરિયો ખોયો.  . એને પરવાળો પણ પથ્થર લાગ્યો. તો પથ્થર આખો ઈશ્વર લાગ્યો. એણે એવું રેતીનું રણ પીધું કે, પછી જળ પીવાનો ડર લાગ્યો.  . એનો વાંક માત્ર એટલો કે ફૂલોને છોડી કાંટા પાછળ…

  • આવ હવે તો – શ્રી મુનિચંદ્ર મહારાજ “આનંદ”

  • મને પણ ખબર નથી – સુરેશ દલાલ

    . મને પણ ખબર નથી અને અહીંથી ગયો તો પણ આ બધાંની વચ્ચે વળી પાછો ક્યાંક તો હું ઊભો હોઈશ ક્યાંક તો હું બેઠો હોઈશ ક્યાંક તો હું સૂતો હોઈશ પણ આ બધામાં હું હું જ હોઈશ ? મને કંઈ ખબર નથી ! અહીંથી હું જઈશ ઈશ્વર પાસે. એ કદાચ મને ન પણ ઓળખે. કોઈ…

  • Home