Home

  • હરિવર સાથે હેત – પન્ના નાયક

    . હરિવર સાથે હેત ખુલ્લેખુલ્લું કહી દઉં છું કે ખપે નહીં સંકેત.  . છાનુંછપનું શાને કરવું ? ક્યાં કરીએ છીએ ચોરી ? રાધાશ્યામના પ્રેમની ઉપર કોની છે શિરજોરી ? હું શ્યામની કુંજગલી છું : મીરાંબાઈનો ભેખ.  હરિવર સાથે હેત.  . સાંવરિયાના સૂરની સાથે હોય અમારો નાતો, શ્યામની સાથે હોય સદાયે શરદપૂનમની રાતો. સૃષ્ટિ આખી તન્વી…

  • વલસાડના અવ્વલ અનાવિલ… – ગુણવંત શાહ

    . વલસાડના અવ્વલ અનાવિલ…  . એક જમાનામાં સુરતના ત્રણ નન્ના જાણીતા હતા : નર્મદ, નવલરામ અને નંદશંકર. દક્ષિણ ગુજરાતના અનાવિલોના ત્રણ મમ્મા કોણ ?  . જવાબ છે : મોનજી રુદર, મહાદેવ દેસાઈ અને મોરારજી દેસાઈ. ચોથા મ મૂકવા હોય તો ગોસેવક મણિભાઈ દેસાઈને યાદ કરવા રહ્યા.  . અનાવિલની વ્યાખ્યા શી ?  . જે માણસ તમને…

  • હું જાગું છું – સુરેશ દલાલ

    હું જાગું છું અને દિવસને આવકારું છું અને સહજપણે દઈ દઉં છું સ્મિતનું ફૂલ. એ પણ મને આપે છે પંખીનો એક ટહુકો અને પળેપળમાં વહી રહે છે ભમરાનું ગુંજન.  . સવારના આ માહોલમાં હવા નજાકતથી મને સ્પર્શે છે અંગે અંગે અને મને ફૂટે છે રોમાંચની અધખીલી કળીઓ જે થોડીક ક્ષણોમાં મારી આસપાસ એક મધુમય વાતાવરણ…

  • હવે મૃગજળ – મુકેશ જોષી

    . હવે મૃગજળ મને તો બહુ વહાલ કરે છે હાથ સ્હેજ લંબાવું ભીનો કરવા છતાં રેતીના બાચકા ન્યાલ કરે છે  . તરવા માટે હવે રેતી ને આંખેથી ઝરવા માટેય હવે રેતી ઈચ્છાના સાગરની કોણે કરી હશે આવડી તે મોટી ફજેતી અટકળની લહેરો તો આવી આવીને ચૂંટી ખણીને સવાલ કરે છે આ મૃગજળ તને કેમ વહાલ…

  • લાગણી – લાભશંકર ઠાકર

    . લાગણીને પાણીમાં પલાળીને ફણગાવી શકાય લાગણીને વાટી શકાય ચીરી શકાય નીચોવી શકાય લાગણીને કચડી-મચડી તોડી શકાય. લાગણીને વાવી શકાય ને વેચી શકાય. લાગણીને ગટરમાં પધરાવી શકાય. ને બાળી પણ શકાય. લાગણીનું બધું જ થઈ શકે એનું કાવ્ય બનાવીને કાન પર લગાડી શકાય ને બામ બનાવીને કપાળ પર લગાડી શકાય. એનો જામ બનાવીને દારુ ભરી…

  • લઈ જા – રઈશ મનીઆર

    . આશા-ઈચ્છાથી પર મને લઈ જા, ને નિરાશાથી પર મને લઈ જા.  . હું સમસ્યા છું, બીજું કંઈ જ નથી, આ સમસ્યાથી પર મને લઈ જા.  . તારી સાથે વિતાવું છું ક્ષણ-ક્ષણ, આ ક્ષણીકતાથી પર મને લઈ જા.  . તું બતાવી દે મારું સ્વર્ગ મને, મારી દુનિયાથી પર મને લઈ જા.  . રાહ જોઉં છું,…

  • રાતને જ્યારે – સુરેશ દલાલ

    . રાતને જ્યારે ઊંઘ નથી આવતી ત્યારે એ વાદળની પથારીમાં પડખાં ઘસે છે. પૃથ્વી એને પારકી લાગે છે અને આકાશ અજાણ્યું.  . પોપચામાં વિચારો પોલાદના ભારની જેમ એવા પડ્યા છે કે બીડ્યાં બિડાતા નથી. આંખ મીંચાય તો સ્વપ્નના દ્વાર ખૂલે પણ ઉજાગરાનો ઓથાર જંપવા દેતો નથી.  . કશું જ કામ નથી આવતું. ડૂબી ગયેલો સૂરજ…

  • ગુલઝાર આપું – સુરેન્દ્ર કડિયા

    . લે મફતમાં હું તને ગુલઝાર પર ગુલઝાર આપું પણ કહી દે, કેટલી ફોરમ તને ઉધાર આપું !  . શ્વાસનો આ મહેલ ને ચોપાટ માંડી ભવ્ય છે તો જીત મેં દીધી ઘણી, લે હાર છેલ્લી વાર આપું  . મીણનો ઘોડો ગમે ત્યારે પીગળવાનો, લખી લે ઓગળી ગઈ છે લગામો, એટલો અણસાર આપું  . કાયમી તો…

  • હું તારી સંમુખ ઊભો રહીશ – રવીન્દ્રનાથ ઠાકુર

    . હે જીવનસ્વામી, હું દરરોજ તારી સંમુખ ઊભો રહીશ. હે ભુવનેશ્વર, બે હાથ જોડીને હું તારી સંમુખ ઊભો રહીશ.  . તારા અપાર આકાશ તળે વિજનમાં એકાંતમાં નમ્ર હૃદયે આંખમાં અશ્રુ સાથે હું તારી સંમુખ ઊભો રહીશ.  . તારા આ વિચિત્ર વૈવિધ્યસુંદર ભવસંસારમાં કર્મ-પારાવારને તીરે નિખિલ જગજ્જનોની વચ્ચે હું તારી સંમુખ ઊભો રહીશ.  . તારા આ…

  • ઝંખના – પલ્લવી શાહ

    . પ્રિય, જ્યારે તું બોલે છે અને હું સાંભળ્યા કરું છું ત્યારે કદાચ તને એમ લાગતું હશે કે આ સામો જવાબ કેમ નથી મળતો ? મારા ઝરણાના સંગીતને, પક્ષીઓના કલરવને વીજળીના ચમકારને, વાદળાંના ગડગડાટને, વરસતા મેહુલાને, સમુદ્રના મોજાઓનાં મંથનને, ઋતુઓના બદલાવને, દરેક સંગીતને, અવાજને જાણે જોઈ રહી છે કાં તો એને સંભળાતું નથી, કાં તો…

  • Home