Home

  • રિક્તતા – હનિફ સાહિલ

    . રિક્તતા સાંજ ને સહરની છે યાદ વેરાન સૂના ઘરની છે  . ઢળતા પડછાયા સારા લાગે છે ને ઋતુ ગમતી પાનખરની છે  . ઝીણી ઝરમરા સી યાદ વરસે છે લાગણી લીલી આ પ્રહરની છે  . કૈફ આ જામની સૂરાનો નથી મેં જે પીધી છે એ અધરની છે  . કોઈ ઘરથી કશું મળે ન મળે આ…

  • તમે કહો તો રાધાજી – અવિનાશ પારેખ

    . પરવાળા શી પાનીને હું પાંપણથી પસવારું જી, આંખમાં અજવાળાં આંજી હું ઝાંખપને સંવારું જી, તમે કહો તો રાધાજી હું જનમ જનમ ઓવરું જી.  . બંસીમાં તો છેદ સાત ને સાવ ખાલી ખાલી જી, કરે શ્વાસને કેદ પલકમાં તોય વા’લી વા’લી જી, ખાલીપામાં સૂર સજી હું વાલપને અવતારું જી, તમે કહો તો રાધાજી હું જનમ…

  • નદી દોડતી રહી – પરાજિત ડાભી

    . રણની જ આસપાસ નદી દોડતી રહી છોડી બધી ભીનાશ નદી દોડતી રહી.  . એની તરસનું માપ કદી નીકળે નહીં; લઈ કાળઝાળ પ્યાસ નદી દોડતી રહી.  . પાલવને ઝાલવાનાં પ્રયત્નો ફળ્યા નહીં, કાંઠા થયા ઉદાસ નદી દોડતી રહી.  . જંપીને એક પળમાં નથી બેસતી કદી, જળમાં કરી પ્રવાસ નદી દોડતી રહી.  . તળિયાનો સળવળાટ બની…

  • આવડે છે – દિનેશ કાનાણી

    . બેઉ હાથે દાન કરતા આવડે છે ને વ્યથાઓ મ્યાન કરતા આવડે છે  . સાંજ પડતા ઘર તરફ પાછો વળું છું એટલી ઉડાન કરતા આવડે છે  . હું નદીની જેમ વ્હેતો રાત-દિવસ એ જ રીતે ધ્યાન કરતા આવડે છે  . એટલે તો પાંદડા ગણતો નથી હું વૃક્ષનું સન્માન કરતા આવડે છે  . એટલો તો મનમાં…

  • વૃક્ષ શી લીલાશ જ્યારે…- જિતેન્દ્ર પ્રજાપતિ

    . વૃક્ષ શી લીલાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે; પાન શી નરમાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.  . બે ઘડી વાતો કરી છૂટા પડ્યાની વાત વીતે આજે કૈં વર્ષો થયા હોવા છતાંયે ક્યાંક; એ વાતની ભીનાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત…

  • હે માધવ – અવિનાશ પારેખ

    . મારા માથેથી ન ખેસવો આકાશ પરબારા હે માધવ ગોકુળ મૂકીને ન જાઓ કરી શ્વાસ નોધારા હે માધવ.  . નજરુંને સીમાડે ત્રોફેલી યમુના ભીંજવે લહેરાતો પાલવ, ગોધુલિ પાર ઊડે ઓધાજીનો રથ બાલાપણાનો લઈ વૈભવ, ફરકંતી આંખ કરે દૂરના પ્રવાસ વરતારા હે માધવ,   ગોકુળ મૂકીને ન જાઓ કરી શ્વાસ નોધારા હે માધવ.  . બંસીના સૂર સાવ…

  • હવે બધુંયે વ્યર્થ છે – લાલજી કાનપરિયા

    . તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે કદાચ તું બોલાવે, હવે બધુંયે વ્યર્થ છે.  . જળમાં મારો ડૂબકી ને જગત થૈ જાય ગુમ કોણ પછી સાંભળશે પાડો તળિયે જઈને બૂમ ?  . મનને શીદ ભરમાવે ? હવે બધુંયે વ્યર્થ છે તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે.  . અમે મૂરખ કે ફૂલને…

  • ખાલીખમ – ગૌરવ વટાવવાળા

    . શ્વાસ ને ઉચ્છવાસની વચ્ચેનો ગાળો ખાલીખમ, આવ-જા કરતો હવાનો એક થેલો ખાલીખમ.  . ને વ્યથાઓ પ્યાસની હું શું જણાવું આપને? હાથમાં આવ્યો હતો એકાદ પ્યાલો ખાલીખમ.  . થાય છે આભાસ ત્યાં કોઈ ચહેરાનો હજી, જો ઉં છું હું જ્યારે જ્યારે એ ઝરૂખો ખાલીખમ.  . સ્વપ્ન થઈને આવ યા આંસુ થઈને આવ તું, કોઈ પણ…

  • સત્વ બોલે – સુધીર પટેલ

    . સમસ્ત સૂણે ખરેખરું કોઈ સત્વ બોલે, અણુ અણુ સાંભળે, કદી જો અસ્તિત્વ બોલે ! . કસર કરે ક્યાં જરાય જ્યારે મમત્વ બોલે ? મગર અનુભવ અલગ થશે જ્યાં જ્યાં સમત્વ બોલે !  . નથી ઈજારો અહીં અભિવ્યક્તિ પર કોઈનો, કમાલ જો કુદરત કરે તો જડત્વ બોલે !  . ઘણીય વેળા થઈ જતો શબ્દ સાવ…

  • શ્રદ્ધા અને ધીરજ – સ્વામી વિવેકાનંદ

    [ સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મજયંતી નિમિત્તે સ્વામીજીના શબ્દોમાં એક પ્રેરણાદાયક બાળવાર્તા મૂકું છું. આ અગાઉ આ સાઈટ પર અન્ય એક બાળવાર્તા “ગોપાળનો મિત્ર” પોસ્ટ થઈ હતી. જેના રચનાકાર પણ સ્વામી વિવેકાનંદ જ હતા. જે વાચકો એ વાર્તા વાંચવાનું ચૂકી ગયા છે એમના માટે આ સાથે લીંક મૂકું છું. https://heenaparekh.com/2009/07/20/gopal-no-mitra-1/ https://heenaparekh.com/2009/07/21/gopal-no-mitra-2/ આશા રાખું છું વાચકોને…

  • Home