-
હે માધવ – અવિનાશ પારેખ
. મારા માથેથી ન ખેસવો આકાશ પરબારા હે માધવ ગોકુળ મૂકીને ન જાઓ કરી શ્વાસ નોધારા હે માધવ. . નજરુંને સીમાડે ત્રોફેલી યમુના ભીંજવે લહેરાતો પાલવ, ગોધુલિ પાર ઊડે ઓધાજીનો રથ બાલાપણાનો લઈ વૈભવ, ફરકંતી આંખ કરે દૂરના પ્રવાસ વરતારા હે માધવ, ગોકુળ મૂકીને ન જાઓ કરી શ્વાસ નોધારા હે માધવ. . બંસીના સૂર સાવ…
-
હવે બધુંયે વ્યર્થ છે – લાલજી કાનપરિયા
. તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે કદાચ તું બોલાવે, હવે બધુંયે વ્યર્થ છે. . જળમાં મારો ડૂબકી ને જગત થૈ જાય ગુમ કોણ પછી સાંભળશે પાડો તળિયે જઈને બૂમ ? . મનને શીદ ભરમાવે ? હવે બધુંયે વ્યર્થ છે તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે. . અમે મૂરખ કે ફૂલને…
-
ખાલીખમ – ગૌરવ વટાવવાળા
. શ્વાસ ને ઉચ્છવાસની વચ્ચેનો ગાળો ખાલીખમ, આવ-જા કરતો હવાનો એક થેલો ખાલીખમ. . ને વ્યથાઓ પ્યાસની હું શું જણાવું આપને? હાથમાં આવ્યો હતો એકાદ પ્યાલો ખાલીખમ. . થાય છે આભાસ ત્યાં કોઈ ચહેરાનો હજી, જો ઉં છું હું જ્યારે જ્યારે એ ઝરૂખો ખાલીખમ. . સ્વપ્ન થઈને આવ યા આંસુ થઈને આવ તું, કોઈ પણ…
-
સત્વ બોલે – સુધીર પટેલ
. સમસ્ત સૂણે ખરેખરું કોઈ સત્વ બોલે, અણુ અણુ સાંભળે, કદી જો અસ્તિત્વ બોલે ! . કસર કરે ક્યાં જરાય જ્યારે મમત્વ બોલે ? મગર અનુભવ અલગ થશે જ્યાં જ્યાં સમત્વ બોલે ! . નથી ઈજારો અહીં અભિવ્યક્તિ પર કોઈનો, કમાલ જો કુદરત કરે તો જડત્વ બોલે ! . ઘણીય વેળા થઈ જતો શબ્દ સાવ…
-
શ્રદ્ધા અને ધીરજ – સ્વામી વિવેકાનંદ
[ સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મજયંતી નિમિત્તે સ્વામીજીના શબ્દોમાં એક પ્રેરણાદાયક બાળવાર્તા મૂકું છું. આ અગાઉ આ સાઈટ પર અન્ય એક બાળવાર્તા “ગોપાળનો મિત્ર” પોસ્ટ થઈ હતી. જેના રચનાકાર પણ સ્વામી વિવેકાનંદ જ હતા. જે વાચકો એ વાર્તા વાંચવાનું ચૂકી ગયા છે એમના માટે આ સાથે લીંક મૂકું છું. https://heenaparekh.com/2009/07/20/gopal-no-mitra-1/ https://heenaparekh.com/2009/07/21/gopal-no-mitra-2/ આશા રાખું છું વાચકોને…
-
झरोखे में बैठा उदास कबूतर – मुनि रुपचन्द्र
. झरोखे में बैठा उदास कबूतर भीगी पलकों से कभी बाहर झाँकता है, कभी भीतर झाँकता है. . वह देख रहा है कि भीतर की दुनिया उजाड दी गयी है अब यह महल खण्डहर है, सुनसान है और बाहर की दुनिया बस-बस कर भी उजड रही है क्योंकि नींव खोखली है और आदमी बेजान है…
-
તેલ જુઓ, તેલની ધાર જુઓ – જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’
. તેલ જુઓ, તેલની ધાર જુઓ… શું કહ્યું ? ઘરમાં તેલનો છાંટો ય નથી ?! નેવર માઈન્ડ ! પાણી જુઓ, પાણીની ધાર જુઓ… વળી, શું થયું ? પાણીની ય અછત ? ઓ. કે. ઘરમાં છરી તો હશે જ ! છરી જુઓ, છરીની ધાર જુઓ…. જો છરી બુઠ્ઠી થઈ ગઈ હોય તો- છરીની ધાર સજાવો અને…
-
ભાતીગળ ઓરતાનું લીલુંછમ્મ ગીત – લાલજી કાનપરિયા
. ખેતરને નીંદવા કેમ કરી જાઉં ? મને પજવે છે લીલ્લોછમ્મ મોલ શેઢાના ઘાસ પર પગલાં માંડું તો મને સંભળાતા વ્હાલમના બોલ ! . ઓણસાલ મેંદીના બદલે રંગાવી મેં તો પાનીને લીલુડા રંગથી ઝાકળની જેમ મારા સપનાં ઊડે ના એવી માનતઓ માની ઉમંગથી. . આભ થકી વરસતા ટહુકે ટહુકે હું તો ભીંજાતી કાંઈ માથાબોળ !…
-
…સાચવજે સમો, વા’લા ! – લલિત ત્રિવેદી
. નદીયું થાય જો રઘવાઈ, સાચવજે સમો, વા’લા ! ખમી ખાવાને દેજે લાઈ, સાચવજે સમો, વા’લા ! . દીધી છે રત તો સત દેજે, ને ગત દીધી તો મત દેજે અને દેજે ઝીણી જિવાઈ, સાચવજે સમો, વા’લા ! . વિતાવું છું જો દાણો રાઈ તો માગે છે ઈ વનરાઈ બહુ પહરી છે કહ્યાબાઈ, સાચવજે સમો,…
-
સ્મિત કાળું કે ધોળું ન હોય – અલ્પેશ ‘પાગલ’
.. …. સ્મિત કાળું કે ધોળું ન હોય… સ્મિત રંગીન હોય, મેઘ-ધનુષી હોય, સ્વપ્ન રંગે રંગેલું જ હોય, સ્મિત સાવ અમસ્તું ન હોય… સ્મિત ધારદાર હોય, સ્મિત આરપાર હોય, સ્મિત દાતરડાં જેવું જ હોય, સ્મિત કાળું કે ધોળું ન હોય… . સ્મિત આંખોમાં છે, સ્મિત છાતીમાં છે, લટ વિખેરાય છે એ’ય સ્મિત છે, તું…
-
Home