Home

  • શૈય્યા હો ભીષ્મસાત – સુરેન્દ્ર કડિયા

    શૈય્યા હો ભીષ્મસાત, ખીચોખીચ બાણ હો ઢળતી હવાનો ઢાળ સહજ, સપ્રમાણ હો  . ડૂબે નજર તો કહ્હેક ડૂબે તળ-અતળ સુધી કૂવાના સ્થિર જળમાં ખતરનાક તાણ હો  . કંડારું લાજવાબ ગઝલ-શેર મોજથી વિચાર હો તો ખુદ-બ-ખુદ આરસપહાણ હો  . સામે મળેલ લહેરખીનું નામ-ઠામ શું ? જાણું કશું ન હુંય ને એ પણ અજાણ હો  . કરવી…

  • તરસ્યો થા – રૂમી

    (૧) તરસ્યો થા, મારા જીવ સદાય માટે અને સહેજ પણ જંપ વિના તલાશ્યા કર. આ નીરવ ઝુરાપો તારા હૃદયનેતળિયે ભલે લપાઈ રહે. તું તારા ઉચ્ચારાયેલા પ્રત્યેક શબ્દનું બીજ થઈ જા. . (૨) તારા ચહેરા પરનું સ્મિત દ્રશ્ય માટે પૂરતું છે. તારા નામનો ધ્વનિ ગીત માટે પૂરતો છે. તારી ચાબૂકનો પડછાયો જ્યાં પૂરતો હોય ત્યાં શા…

  • ઈશ્વરની હથેળી જેવા – સુરેશ દલાલ

    ઈશ્વરની હથેળી જેવા પાંદડા ઉપર હવા કોનું નામ લખે છે એ જાણવાનો વિસ્મય હજી હું જાળવી શક્યો છું એના આનંદથી હું રોજ નવાનકોર ઊગતા સૂર્યનું પૂર્ણ ઉમળકાથી સ્વાગત કરું છું.  . હવે મને વીતી ગયેલી રાત પરાઈ લાગે છે અને દિવસ મને મારો લાગે છે.  . કોઈક આપણું હોય અને આપણે પણ કોઈકના હોઈએ પછી…

  • બસ એ જ સંબંધો સાચા – મુકેશ જોષી

      બસ એ જ સંબંધો સાચા, જેની પાસે સ્વયમ ખુલતી હોય હૃદયની વાચા. . લાલચોળ તડકાઓ જયારે જમાનો હાથ ઉગામે, એવે ટાણે છત્રી લઈને મળી જાય છે સામે. સાચવવાની લ્હાય નહીં ને છતાં રહે નાં કાચા. . સમજણનું આકાશ હોય ને હોય સ્મરણની સીડી, બંને પાસે સાકાર તો બંને જાને કીડી. ગમે તા થી સ્પર્શો,…

  • મને તારી પાસે – મુકેશ જોષી

    મને તારી પાસે સતત રાખજે, તું કાંટો બને તો મને વાગજે. . હજી તો હું રૂ છું દીવો થઇ જઈશ, પછી તારી ફૂંક ફૂંકે ચાખજે. . યુગોથી ઉઘાડો જનમ લઇ ફરું, મને તારી પાંપણ વડે ઢાંક્જે. . ભલે તાવ રૂપે તું આવે મને, પ્રથમ ટાઢ વાઈ ખબર આપજે. . મંદિરથી ઘર મારું પાસે પડે, તું…

  • સાયબાએ – મુકેશ જોષી

    સાયબાએ લઈ આપી ગુલ્લાબી સાડી, પ્હેરી તો કહે છે કે આખા મલકમાં જોઈ નથી આવી ગુલાબની મેં વાડી. સાયબાએ…  , માખણની કાયા પર શોભે છે સાડી કે શોભે છે કોઈના અભરખા, સાયબાનો પોતીકો રેશમી મિજાજ અને સાડીનું પોત બેય સરખાં સપનાના ક્યારામાં જિંદગી ઊગાડી સાયબાએ…  . અંગો પર વહાલપનું વાવેતર કરવાનાં સપનાંઓ જોવા હું જાગું,…

  • હૃદયના ઊંડાણમાંથી શબ્દો – કુન્દનિકા કાપડીઆ

    રાત પડી છે અને દીવા બુઝાઈ ગયા છે બધા જીવો અંધકારની ગોદમાં વિશ્રાંતિથી પોઢી ગયા છે. તમને પ્રાર્થના કરવા હું મારા હૃદયને શાંત કરું છું મારા હૃદયના ઊંડાણમાંથી શબ્દો પ્રગટ થાય છે.  . અલબત્ત, તમને શબ્દોની કોઈ જરૂર નથી, તમે તો બધું જાણો જ છો અમારા શબ્દો તો અમારા ભાવોની સ્પષ્ટતા માટે છે પછી કદાચ…

  • અફસોસ છે – સુરેન્દ્ર કડિયા

    એમના ઉંબર સુધી જઈને નથી ફાવી શક્યા, અફસોસ છે આંખ કે આંસુનું સરનામું નથી માગી શક્યા, અફસોસ છે  . એકસો ને આઠ મણકા આયખામાં ગોઠવી દીધા પછી એક પગલું એક પગલામાં નથી માંડી શક્યા, અફસોસ છે . આભ, રેતી, મેઘ, ધરતી, કૈંક રૂપે લોક સરખાવ્યા કરે પણ હતા એવા જરીયે પણ નથી લાગી શક્યા, અફસોસ…

  • તને કોઈ નહિ કહે – સુરેન્દ્ર કડિયા

    કહેતો રહીશ હુંજ, તને કોઈ નહિ કહે તારો વિષાદ તુંજ, તને કોઈ નહિ કહે  . શણગારવા હો શ્વાસ, હવે રાહ શું જુએ ! બાકી રહ્યા છે જૂજ, તને કોઈ નહિ કહે  . છોડી દે સારવાર, છોડ માવજત બધી આવી ગઈ છે રૂઝ, તને કોઈ નહિ કહે  . ભીતરનો શંખનાદ લઈ જશે વધુ ભીતર દેરું અપૂજ…

  • જિંદગી જીવી ગયો – કિરીટ ગોસ્વામી

    એક બસ, તારા વિચારે, જિંદગી જીવી ગયો, એટલે લાગ્યું-વધારે, જિંદગી જીવી ગયો.  . સ્હેજ તારી લાગણીમાં ડૂબકી માર્યા પછી, સાવ કો’ નોખા કિનારે, જિંદગી જીવી ગયો.  . ભીતરે તો ફક્ત તારા એકની સંગત હતી; ભીડમાં સૌ સાથ બ્હારે, જિંદગી જીવી ગયો.  . પાસ તારી આવવાનો એ જ તો રસ્તો હતો : મોજથી દુનિયાના દ્વારે, જિંદગી…

  • Home