-
સાયબાએ – મુકેશ જોષી
સાયબાએ લઈ આપી ગુલ્લાબી સાડી, પ્હેરી તો કહે છે કે આખા મલકમાં જોઈ નથી આવી ગુલાબની મેં વાડી. સાયબાએ… , માખણની કાયા પર શોભે છે સાડી કે શોભે છે કોઈના અભરખા, સાયબાનો પોતીકો રેશમી મિજાજ અને સાડીનું પોત બેય સરખાં સપનાના ક્યારામાં જિંદગી ઊગાડી સાયબાએ… . અંગો પર વહાલપનું વાવેતર કરવાનાં સપનાંઓ જોવા હું જાગું,…
-
હૃદયના ઊંડાણમાંથી શબ્દો – કુન્દનિકા કાપડીઆ
રાત પડી છે અને દીવા બુઝાઈ ગયા છે બધા જીવો અંધકારની ગોદમાં વિશ્રાંતિથી પોઢી ગયા છે. તમને પ્રાર્થના કરવા હું મારા હૃદયને શાંત કરું છું મારા હૃદયના ઊંડાણમાંથી શબ્દો પ્રગટ થાય છે. . અલબત્ત, તમને શબ્દોની કોઈ જરૂર નથી, તમે તો બધું જાણો જ છો અમારા શબ્દો તો અમારા ભાવોની સ્પષ્ટતા માટે છે પછી કદાચ…
-
અફસોસ છે – સુરેન્દ્ર કડિયા
એમના ઉંબર સુધી જઈને નથી ફાવી શક્યા, અફસોસ છે આંખ કે આંસુનું સરનામું નથી માગી શક્યા, અફસોસ છે . એકસો ને આઠ મણકા આયખામાં ગોઠવી દીધા પછી એક પગલું એક પગલામાં નથી માંડી શક્યા, અફસોસ છે . આભ, રેતી, મેઘ, ધરતી, કૈંક રૂપે લોક સરખાવ્યા કરે પણ હતા એવા જરીયે પણ નથી લાગી શક્યા, અફસોસ…
-
તને કોઈ નહિ કહે – સુરેન્દ્ર કડિયા
કહેતો રહીશ હુંજ, તને કોઈ નહિ કહે તારો વિષાદ તુંજ, તને કોઈ નહિ કહે . શણગારવા હો શ્વાસ, હવે રાહ શું જુએ ! બાકી રહ્યા છે જૂજ, તને કોઈ નહિ કહે . છોડી દે સારવાર, છોડ માવજત બધી આવી ગઈ છે રૂઝ, તને કોઈ નહિ કહે . ભીતરનો શંખનાદ લઈ જશે વધુ ભીતર દેરું અપૂજ…
-
જિંદગી જીવી ગયો – કિરીટ ગોસ્વામી
એક બસ, તારા વિચારે, જિંદગી જીવી ગયો, એટલે લાગ્યું-વધારે, જિંદગી જીવી ગયો. . સ્હેજ તારી લાગણીમાં ડૂબકી માર્યા પછી, સાવ કો’ નોખા કિનારે, જિંદગી જીવી ગયો. . ભીતરે તો ફક્ત તારા એકની સંગત હતી; ભીડમાં સૌ સાથ બ્હારે, જિંદગી જીવી ગયો. . પાસ તારી આવવાનો એ જ તો રસ્તો હતો : મોજથી દુનિયાના દ્વારે, જિંદગી…
-
પ્રાર્થના – સુરેશ દલાલ
એક વાત તો નક્કી છે – કે આપણે બન્ને જુદા છીએ. તું ભગવાન અને હું ભક્ત. હું આત્મા અને તું પરમાત્મા. તું જેટલો અમારી બહાર છે એટલો જ કદાચ અમારી ભીતર પણ છે. આ બહાર-ભીતરની ઘટના આછી આછી સમજાય છે પણ પૂર્ણપણે પામી શકાતી નથી. આપણે જુદા છીએ એટલે તો એક થવાની વાત કરું છું.…
-
જોયું નથી જાતું – નાઝિર દેખૈયા
નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું ખીલ્યાં પહેલાં જ એ ખરતું સુમન જોયું નથી જાતું . બુઝાવી નાખવા દોડ્યો મૂકીને મોહ જીવનનો પતંગાથી શમા કેરું જલન જોયું નથી જાતું . જરા જોયું જો તેજસ્વી, તુરત એ છેનવી લે છે ગગનવાળાથી ધરતીનું રતન જોયું નથી જાતું . તમારી લાગણીને હું ભલા ! કઈ રીતની સમજું…
-
તારા ગણવાથી – રમેશ પારેખ
તારા ગણવાથી રાત પૂરી ન થાય હવે તારા ગણવાથી વાત પૂરી ન થાય એકલવાયા રે સખી, ઘરના રહેવાસ એમાં આવા ને આવા ઉજાગરા ફાગણના દિવસોમાં ફળિયે તો ઠીક, મારાં લોચનમાં મ્હોર્યાઁ છે ખાખરા . લંબાતી ઝંખનાને છેડો નહીં ક્યાંય હું તો પગલે પગલે રે સાવ તૂટું કાંકરીઓ વાગવાથી ફૂટતી’તી હેલ્ય હવે એવા દિવસો કે હું…
-
बात किस से करे – ‘सागर’ बुरहानपुरी
बात किस से करे के मन भी नहीं हमजबाँ कोई हमरुखन भी नहीं . न तो कमरा है और न तनहाई पहले जैसी वो अंजुमन भी नहीं . अजनबी लोग अजनबी चहेरे हम वतन में है बेवतन भी नहीं . कितनी लाशों को दफन करना है घर में दो गज कफन भी नहीं . ले…
-
પ્રભુ પધાર્યાની નિશાની – સંત તુકારામ
. પ્રભુ પધાર્યાની નિશાની, જેને ઘેર એ આવે ઘરબારવેવાર એના વિખેરાઈ જાયે . પ્રભુ પધાર્યાની નિશાની, ધનોતપનોત નીકળી જાયે સંસારની માયા થકી જણ વેગળો થઈ જાયે . પ્રભુ પધાર્યાની નિશાની, જંજાળે ભેરવાવા ના દે દેન છે, મમતાના પાશે બંધાવા ના દે . પ્રભુ પધાર્યાની નિશાની, વાણીને અટવાવા ના દે અ-સતનો મેલ જિહ્વાએ ચોંટવા ના દે…
-
Home