-
આપણે બધાં જ – કાજલ ઓઝા વૈદ્ય
આપણે બધાં જ બળ્યા કરીએ છીએ… ઝીણું ઝીણું અગરબત્તી જેવું નહીં સિગરેટ જેવું – લીલાં લાકડાંની ચિતા જેવું, આપણા ધુમાડા કોઈએ ‘એક્સેલ’કરેલા – પણ નુકશાન બીજાને કરે એવા ! ‘પેસિવ સ્મોકિંગ’ કરાવતા, સતત. . પેટ્રોલમાં કેરોસીન મેળવીને ચલાવાતી રિક્ષામાંથી નીકળતા ‘સ્મોક’ જેવા. બધા મળીને ‘ઓક્યા’ કરીએ છીએ કાર્બન ડાયોક્સાઈડ, સતત ! . એકબીજાને તાકીને ‘એક્સલ’કરીએ…
-
આપી શકે – ભરત ભટ્ટ “તરલ”
તું મને આપી શકે તો બેખુદી આપી શકે, ને જવાનીના શુકરથી મયકશી આપી શકે ! . પ્યારની સાથે અહીંયા જિંદગી સંગીન છે; તું મને તારા સ્મરણની બંદગી આપી શકે ! . ગાઢ આ સંબંધ છે ને ગાઢ આ એકાંત છે, કૈંક ઈચ્છા હોય તો બસ તાજગી આપી શકે. . આ વ્યથા બુઝાવવા આંસુ અને તડપન…
-
બસ એક વાર – વર્ષા બારોટ
તમારી પાસે મારી કોઈ જ માંગ નથી. બસ, મારે તમને એટલું જ કહેવું છે કે જ્યારે તમે હિંસા તરફ વળો એ પહેલા બસ એક વાર ફૂલોના ચહેરા જોજો કોઈ પંખીનું ગીત સાંભળજો રમતાં બાળકોમાં થોડું રમી લેજો વૃક્ષોને વ્હાલ કરજો મજૂરી કરતા ગરીબ લોકોની વચ્ચે જઈને છુટ્ટા હાથે થોડાંક ચુંબન વેરજો આકાશને બાથમાં લેજો ખેડૂતોના…
-
ચકચૂર થઈને – ચંદ્રેશ મકવાણા
ચકચૂર થઈને ચારણામાં ચાળતા રહ્યાં જનમો જનમનું વેર તમે વાળતા રહ્યાં . દીવો, દીવાસળી, રૂ કે ઘી કૈં જ ક્યાં હતું હૈયું હતું જે રોજ અમે બાળતા રહ્યાં . રણની તરસ બુઝાવવા રણમાં જ ઘર કરી વીરડો અમેય રણ વચાળે ગાળતા રહ્યાં . ના તો રડી શકી ના જરા એ હસી શકી કેવી ક્ષણોને આપણે…
-
જળમાં ઝૂરે – સુરેશ દલાલ
જળમાં ઝૂરે માછલી ને વનમાં ઝૂરે ફૂલ : ભર વસંતે છાનું ઝૂરે કોયલ ને બુલબુલ અમારી તે એવી તે કઈ ભૂલ : તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર… . દરિયામાં એક ઝૂરે હોડી અને હલેસાં ઝૂરે : નાવિકને અહીં આવવાનું કેમ કહો નહીં સ્ફુરે ? અમારી તે એવી તે કઈ ભૂલ : તમે…
-
તો પણ ઘણું – મહેશ સોલંકી ‘બેનામ’
આપણા હકનું મળે તો પણ ઘણું, એક બે સપનાં ફળે તો પણ ઘણું. . એ જ આશયથી રહે જલતી શમા, એક પરવાનો બળે તો પણ ઘણું. . છે નગર બહેરું ને પાછું આંધળું, સ્પર્શથી જો સાંભળે તો પણ ઘણું. . ભરબપોરે સૂર્ય તો ઊંઘે નહીં, આ કળિયુગ પીગળે તો પણ ઘણું. . જિંદગી ‘બેનામ’ છે…
-
તું એટલે – મહેન્દ્ર ગોહિલ
તું એટલે તો ભર્યું ભાદર્યું ઘર, ખાલી થયેલું નગર એટલે હું ! . મંઝિલ તું ખુદ, શોધ તારી બધાને રસ્તા વિહોણી સફર એટલે હું. . તું એટલે મારું હોવાપણું, ને – ‘હોવા’નો અંતિમ પ્રહર એટલે હું. . તુજ આંખ મંડાયેલી દૂર ને દૂર, પાછી ઠેલાતી નજર એટલે હું. . મારા કબૂતર સમા શ્વાસ ઊડ્યા, હું…
-
આજે તો – સુરેન ઠાકર ‘મેહુલ’
આજે તો મારા પ્રેમમાં મીઠી સુવાસ છે લાગે છે તારી હાજરી જૈં આસપાસ છે . પીતો રહ્યો છું આંખનાં હું અશ્રુઓ સતત એમાં છે એક દર્દ મને એની પ્યાસ છે . દુનિયામાં થોડાં લોક છે જેને પૂનમ મળી બાકી ઘણાના ભાગ્યમાં કાયમ અમાસ છે . જ્યાંથી સફર કરી’તી શરૂ ત્યાં જ અંત છે ચાલ્યો છું…
-
નારી ચેતના વિશે – મધુમતી મહેતા
એક યુગ ઢંઢોળવામાં લાગશે પણ પછી એ રુદ્ર થઈ હંફાવશે . કાલ માગી’તી ધરા પાસે જગા આજની સીતા જવાબો માગશે . પાર કરશે લક્ષ્મણી રેખા અને એ જ રાવણને પછી સંહારશે . ચીર પૂરવા પ્રાર્થના કરશે નહીં એ દુ:શાસનના જ હાથો વાઢશે . ધૂળથી મસ્તક ઊંચકશે ગર્વથી ખોખલી મરજાદ સર્વે ત્યાગશે . પલ્લવિત કરશે નવું…
-
અગોચર દિશાથી – દત્તાત્રય ભટ્ટ
અગોચર દિશાથી સતત સાદ આવે, એ નકશેકદમ, ઝળહળાં યાદ આવે. . અહીં મૌન રણકે, સૂણે કોણ જાણે ! દશેયે દિશાથી છતાં દાદ આવે. . ન આંખો, ન શબ્દો, કશું કંઈ ન બોલે, ન હો કોઈ બીજું ને સંવાદ આવે ! . અમારી જ રીતે અમે ચાલવાના, ભલેને કબીરા શા અપવાદ આવે. . અહીં શાંત કોલાહલોના…
-
Home