Home

  • તું એટલે – મહેન્દ્ર ગોહિલ

    તું એટલે તો ભર્યું ભાદર્યું ઘર, ખાલી થયેલું નગર એટલે હું !  . મંઝિલ તું ખુદ, શોધ તારી બધાને રસ્તા વિહોણી સફર એટલે હું.  . તું એટલે મારું હોવાપણું, ને – ‘હોવા’નો અંતિમ પ્રહર એટલે હું.  . તુજ આંખ મંડાયેલી દૂર ને દૂર, પાછી ઠેલાતી નજર એટલે હું.  . મારા કબૂતર સમા શ્વાસ ઊડ્યા, હું…

  • આજે તો – સુરેન ઠાકર ‘મેહુલ’

    આજે તો મારા પ્રેમમાં મીઠી સુવાસ છે લાગે છે તારી હાજરી જૈં આસપાસ છે  . પીતો રહ્યો છું આંખનાં હું અશ્રુઓ સતત એમાં છે એક દર્દ મને એની પ્યાસ છે  . દુનિયામાં થોડાં લોક છે જેને પૂનમ મળી બાકી ઘણાના ભાગ્યમાં કાયમ અમાસ છે  . જ્યાંથી સફર કરી’તી શરૂ ત્યાં જ અંત છે ચાલ્યો છું…

  • નારી ચેતના વિશે – મધુમતી મહેતા

    એક યુગ ઢંઢોળવામાં લાગશે પણ પછી એ રુદ્ર થઈ હંફાવશે  . કાલ માગી’તી ધરા પાસે જગા આજની સીતા જવાબો માગશે  . પાર કરશે લક્ષ્મણી રેખા અને એ જ રાવણને પછી સંહારશે  . ચીર પૂરવા પ્રાર્થના કરશે નહીં એ દુ:શાસનના જ હાથો વાઢશે  . ધૂળથી મસ્તક ઊંચકશે ગર્વથી ખોખલી મરજાદ સર્વે ત્યાગશે . પલ્લવિત કરશે નવું…

  • અગોચર દિશાથી – દત્તાત્રય ભટ્ટ

    અગોચર દિશાથી સતત સાદ આવે, એ નકશેકદમ, ઝળહળાં યાદ આવે.  . અહીં મૌન રણકે, સૂણે કોણ જાણે ! દશેયે દિશાથી છતાં દાદ આવે.  . ન આંખો, ન શબ્દો, કશું કંઈ ન બોલે, ન હો કોઈ બીજું ને સંવાદ આવે ! . અમારી જ રીતે અમે ચાલવાના, ભલેને કબીરા શા અપવાદ આવે.  . અહીં શાંત કોલાહલોના…

  • મોરપીંછનાં શુકન – રમેશ પારેખ

    આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….  . આજ રાબેતાભેર હું મારે ઘેર ન પાછી આવી કોઈ મને ઘેર લાવ્યું કે હું ઘેર કોઈને લાવી ? પાસપાસે અણસાર જેવું પણ નીરખ્યું તો મોંસૂઝણાં છેટાં રહ્યાં, સખી આજ મને મોરપીંછનાં શુકન…

  • આભ સુધી પ્હોંચવા – છાયા ત્રિવેદી

    આભ સુધી પ્હોંચવા માટે અગાશીને સમજ સાગરો ખેડાય નહીં અમથા, ખલાસીને સમજ  . એ પછી સમજી શકાશે લાગણી ને માગણી સૌપ્રથમ તો એક પથ્થરને તરાશીને સમજ  . પાંદડાં પણ ગાઈ ઊઠે કોઈ પંખી જેવું જો- દોસ્ત પ્હેલાં ઝાડમાં વ્યાપ્ત ઉદાસીને સમજ  . પામવો સ્હેલો નથી અંધારને બસ એકલો આગિયા માફક જરા તું પણ પ્રકાશીને સમજ…

  • હું અનોખો માનવી – જયંત સચદે ‘કસુંબી’

    હું અનોખો માનવી છું મોતથી ડરતો નથી જુલ્મ લાખો ભલે ને વરસે, જુલ્મથી ડરતો નથી  . મુસીબતોની મઝા અનોખી માનવી જીવન મહીં હર મુસીબતોને વધાવું પાછો ફરતો નથી  . કંટકોથી દિલ્લગી છે, સંકટોનો સાથ છે ગુલઝારની રંગીન ગલીઓમાં હું વિહરતો નથી  . આરઝુ છે લાખ દિલમાં તોય રાખું સ્વસ્થતા કલ્પનાઓના તરંગે, હું કદી તરતો નથી…

  • શ્યામ ! તમે – મહેશ સોલંકી ‘બેનામ’

    . શ્યામ ! તમે તો સમય સરોવર, અમે ઘડીની માછલીઓ શ્યામ ! તમે તો સભર શ્રીફળ ને અમે તૂટેલી કાચલીઓ.  . શ્યામ ! તમે તો ફૂંક સૂરની અમે વીંધાયેલ વાંસળીઓ, શ્યામ ! તમે તો સૌરભ મીઠી અમે ફૂલની પાંખડીઓ.  . શ્યામ ! તમે તો ગગન વહન ને અમે વિહરતી વાદળીઓ, શ્યામ ! તમે તો સૂર-કિરણ…

  • ત્રણ લઘુ કાવ્યો – જયંત દેસાઈ

    (૧) હથેળી પર તારું નામ લખી, હાથ પાણીમાં બોળું તો તે જ ક્ષણે બની જાય પાણીનું અત્તર !!!  . (૨) આંગણું પસાર કરતાં પોસ્ટમેનના ખભે પતંગિયું આવીને બેઠું અને તે સાથે જ દૂર પહાડોમાં ક્યાંક કોયલ ટહૂકી…. હું તરત જ પામી ગયેલો : નક્કી, પત્ર તો તારો જ હશે !… !!…!!!!!… . (૩) તું નહીં…

  • ક્યારેક સતને યાચું – હરીશ મીનાશ્રુ

    ક્યારેક યાચુંછું સત; ક્યારેક સ્વપ્ન યાચું; ક્યારેક દોડું છું કાળને પાછળ નાખું; ક્યારેક વર્ષું છું અમૃતની સેર અને ક્યારેક મૃત્યુની ભોળી ભીખ માગું.  . પુણ્યસ્મરણ : વિન્દા કરંદીકર  ( અનુવાદ : જયા મહેતા ) . ક્યારેક સ્વપ્ન યાચું ક્યારેક સતને યાચું તડકાનો તંત ઝાલી સૂરજના તતને યાચું  . ક્યારેક સિરને સાટે તાજોતખતને યાચું ક્યારેક મોરપીંછા…

  • Home