Home

  • હું બારણે બારણે – રવીન્દ્રનાથ ટાગોર

    હું બારણે બારણે ગામડાના રસ્તા ઉપર માગતો ફરી રહ્યો હતો, એટલામાં દૂરથી તારો સોનેરી રથ દેખાયો, જાણે કે કોઈ મહાન ભવ્ય સ્વપ્ન ખડું થયું હોય તેવો. મારા મનમાં આશ્ચર્યનો પાર ન રહ્યો ! આ રાજરાજેશ્વર જેવું કોણ હશે ? મારી આશાના મિનારા ઊંચા થતા ગયા. મને લાગ્યું કે હવે દુ:ખના દિવસો પૂરા થયા. અને હું…

  • તમારા ગયા પછી – નાઝિર દેખૈયા

    દિલને નથી કરાર તમારા ગયા પછી આંખે છે અશ્રુધાર તમારા ગયા પછી  . યત્નો કર્યા હજાર તમારા ગયા પછી લાગ્યું ન દિલ લગાર તમારા ગયા પછી  . વીતી રહ્યો છે એક સરીખો સમય બધો શું સાંજ, શું સવાર તમારા ગયા પછી . ખીલે તો કેમ ખીલે કળી ઉર-ચમન તણી આવી નથી બહાર તમારા ગયા પછી…

  • આંસુ બની જો – પ્રમોદ અહિરે

    આંસુ બની જો આંખથી કિસ્સો પડી જશે; મનમંચ પરના નાટ્યનો પડદો પડી જશે.  . એક વાર મારી મરજીથી હું ક્રોસ પર ચઢ્યો, ન્હોતી ખબર કે એ જ શિરસ્તો પડી જશે.  . એમાં નવીન ઘટનાનો કોઈ ખીલો ન ઠોક, જર્જર સ્મરણની ભીંતથી ફોટો પડી જશે.  . વેરાન મન ને બાગ બનાવી તો લીધું પણ- રોકો સ્મરણની…

  • છતાં પણ કરે જ જાઓ

    ડો. વર્ગીસ કુરિયનની ઓફિસમાં પ્રદર્શિત ‘અમૂલ’ વિધાનો છતાં પણ કરે જ જાઓ  . તમને એક રચનાત્મક કામ સાકાર કરવામાં વર્ષો લાગે, એનો નાશ એક જ રાતમાં થાય, છતાં પણ તે કાર્ય કરે જ જાઓ.  . લોકો ભલે તર્કહીન હોય, સ્વાર્થી હોય, છતાં પણ તેમને પ્રેમ કરતા જ રહો.  . આજે તમે જે સારું કામ કરશો,…

  • અધૂરો ઘડો – ભગવતીકુમાર શર્મા

    અધૂરો ઘડો છું, હું છલકાઉં પણ ને ખાલી થયા બાદ ઊભરાઉં પણ !  . હું પસ્તિત્વને આજ પામ્યો ભલે; ભવિષ્યે ફરીથી હું વંચાઉં પણ.  . કરું છું હું પસ્તાવો નિજ પાપનો; આ અશ્રુથી ભીતરમાં ધોવાઉં પણ.  . છું ઈશ્વરના સાંનિધ્યમાં હું છતાં હરણ જોઈ સોનેરી લલચાઉં પણ.  . રઝળપાટ લમણે લખ્યો છે ભલે; હું મારા…

  • दीवारों-दर से – निदा फाजली

    दीवारों-दर से उतर के परछाइंयाँ बोलती हैं कोई नहीं बोलता जब तन्हाइयाँ बोलती हैं  . परदेस के रास्तों में रुकते कहाँ हैं मुसाफिर हर पेड कहता है किस्सा, खामोशियाँ बोलती हैं  . मौसम कहाँ मानता है तहजीब की बंदिशों को जिस्मों से बाहर निकल के अंगडाइयाँ बोलती हैं  . इक बार तो जिन्दगी में मिलती…

  • રસભર થઈએ – અનિલ ચાવડા

    મંદ મંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ  . અંધારું અંધારે બાંધી અજવાળે અજવાળું ચાલ ખોલીએ કૂંચી થઈને વાદળ નામે તાળું  . તાળું ખોલી ધીમું બોલી ઝરમર ઝરમર થઈએ મંદ મંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ  . જળ પર વહેતાં લીસ્સાં લીસ્સાં તરંગ વસ્ત્રો ખેંચી કયું…

  • કોઈ નથી – ખલીલ ધનતેજવી

    સૌ સંબંધો ગૂંથવાને તાતણું કોઈ નથી, કોને માટે હું હવે ચાદર વણું કોઈ નથી.  . આપણા સંબંધ પાડોશીથી પરદેશી સુધી, આપણા પોતાના ઘરમાં આપણું કોઈ નથી.  . વાસનાના સપ્તરંગી ઘરનો નકશો જોઈ લો, ચોતરફ ભીંતો છે, બારી બારણું કોઈ નથી.  . નાક ક્યાં છે, સાવ નકટી ભવ્યતા છે શહેરની, છે ગગનચુંબી ઈમારત, આંગણું કોઈ નથી.…

  • શું છે દોસ્ત – પ્રમોદ અહિરે

    પહેલા તો એને ખોજ – કે તું તત્વ શું છે દોસ્ત ! સમજાશે આપમેળે – કે બુદ્ધત્વ શું છે દોસ્ત !  . ભીતરથી વાંસ જેવો તું પોકળ થવા તો માંડ જાણીને કરશે શું તું કે કૃષ્ણત્વ શું છે દોસ્ત !  . પહેલા તો પાપ-પાપ વિભાજિત કરી લે – સહુ, પૂછવું નહીં પડે પછી શુદ્ધત્વ શું…

  • કબૂલ – એષા દાદાવાળા વ્યાસ

    . દરિયો ખારો છે કબૂલ, પણ એમાં માછલીની ભૂલ આંસુઓ આવી જાય છેક એવી રીતે… ભીતરને કહેવાય કૈં લે, ખૂલ…!!?  . માછલીઓ કે’, એમાં મારો ક્યાં વાંક કાઢો ભીતરને મારવા ક્યાં બેસીએ તાળું, આંસુ સાચવીને અમે ય રાખ્યાં’તા એ તો વેદનાએ ફૂંક્યું દેવાળું  . પણ એમ કરી ભીતર ખાલી જો થાતું, તો આંસુનું આવવું વસૂલ…

  • Home