Home

  • રસભર થઈએ – અનિલ ચાવડા

    મંદ મંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ  . અંધારું અંધારે બાંધી અજવાળે અજવાળું ચાલ ખોલીએ કૂંચી થઈને વાદળ નામે તાળું  . તાળું ખોલી ધીમું બોલી ઝરમર ઝરમર થઈએ મંદ મંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ  . જળ પર વહેતાં લીસ્સાં લીસ્સાં તરંગ વસ્ત્રો ખેંચી કયું…

  • કોઈ નથી – ખલીલ ધનતેજવી

    સૌ સંબંધો ગૂંથવાને તાતણું કોઈ નથી, કોને માટે હું હવે ચાદર વણું કોઈ નથી.  . આપણા સંબંધ પાડોશીથી પરદેશી સુધી, આપણા પોતાના ઘરમાં આપણું કોઈ નથી.  . વાસનાના સપ્તરંગી ઘરનો નકશો જોઈ લો, ચોતરફ ભીંતો છે, બારી બારણું કોઈ નથી.  . નાક ક્યાં છે, સાવ નકટી ભવ્યતા છે શહેરની, છે ગગનચુંબી ઈમારત, આંગણું કોઈ નથી.…

  • શું છે દોસ્ત – પ્રમોદ અહિરે

    પહેલા તો એને ખોજ – કે તું તત્વ શું છે દોસ્ત ! સમજાશે આપમેળે – કે બુદ્ધત્વ શું છે દોસ્ત !  . ભીતરથી વાંસ જેવો તું પોકળ થવા તો માંડ જાણીને કરશે શું તું કે કૃષ્ણત્વ શું છે દોસ્ત !  . પહેલા તો પાપ-પાપ વિભાજિત કરી લે – સહુ, પૂછવું નહીં પડે પછી શુદ્ધત્વ શું…

  • કબૂલ – એષા દાદાવાળા વ્યાસ

    . દરિયો ખારો છે કબૂલ, પણ એમાં માછલીની ભૂલ આંસુઓ આવી જાય છેક એવી રીતે… ભીતરને કહેવાય કૈં લે, ખૂલ…!!?  . માછલીઓ કે’, એમાં મારો ક્યાં વાંક કાઢો ભીતરને મારવા ક્યાં બેસીએ તાળું, આંસુ સાચવીને અમે ય રાખ્યાં’તા એ તો વેદનાએ ફૂંક્યું દેવાળું  . પણ એમ કરી ભીતર ખાલી જો થાતું, તો આંસુનું આવવું વસૂલ…

  • બે ગઝલ – ખલીલ ધનતેજવી

    (૧) . ભીતર પરપોટા ફૂટે છે, દિલની નાજુક નસ તૂટે છે.  . ફાંટ ભરીને આપ્યું તોયે, દાનતમાં મુઠ્ઠી ખૂટે છે.  . વેરભાવ સૌ છોડી બેઠા, ગાંઠ હજી પણ ક્યાં છૂટે છે. . એમ ફટાફટ બોલી દો છો, જાણે કે ધાણી ફૂટે છે. . રાખ ખલીલ અત્તરનો ફાયો, માણસમાં ખુશબો ખૂટે છે.  . (૨)  . આ…

  • સુરાલયમાં સિજદાની – હરીશ મીનાશ્રુ

    તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઈચ્છા કરે છે તું પ્યાલામાંથી ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી  . પુણ્યસ્મરણ : શૂન્ય પાલનપુરી  . સુરાલયમાં સિજદાની મસ્તી અલગ છે અને રિન્દની ખાસ રસ્મો નિરાળી  કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, અમે કરીએ પ્યાલા સુરાહીમાં ખાલી  . ઊંચકીએ જો કર તો પ્રજળતી મશાલો…

  • શ્રદ્ધાંજલિ – ઉશનસ (નટવરલાલ કુબેરદાસ પંડ્યા)

    મૂર્ધન્ય સાહિત્યકાર ઉશનસ ( નટવરલાલ કુબેરદાસ પંડ્યા ) નું વલસાડ મુકામે નિધન.  . વડોદરાના સાવલી-સદ્દમાતાના ખાંચામાંથી નોકરી અર્થે વલસાડ-લક્ષ્મી શેરી મુકામે સ્થાયી થયેલા ઉશનસ સાહેબે આખરી વર્ષોમાં વલસાડને જ વતન બનાવીને વલસાડને ગૌરવ બક્ષ્યુ હતું. સુરતને જેમ “નર્મદ નગરી” કહેવામાં આવે તેમ વલસાડને હું “ઉશનસ નગરી” કહેવાનું પસંદ કરતી. તેમનો જન્મ વડોદરાના સાવલીમાં તા. ૨૮/૦૯/૧૯૨૦ના…

  • આંગણું ઢાળીને – કૈલાસ અંતાણી

    આંગણું ઢાળીને હું તો જોતી’તી વાટ હજુ પદરવ સંભળાય નહીં ડેલીએ. . ડેલીએ અડીને સાવ ઊભા છે તોય બધા રસ્તાઓ લંબાતા ચાલ્યા ડેલીબંધ બેસીને પહોંચાયું ક્યાંય અમે સ્મરણોના ચીલાઓ ઝાલ્યા  . એ રીતે ઉંબરમાં બેઠી કે ચાલ જરા સાંકળ ખખડે તો હવે ખોલીએ. આંગણું ઢાળીને હું તો જોતી’તી વાટ…  . ઢાળેલા આંગણામાં ઘેરાતું આભ અને…

  • અટારી નથી – ભગવતીકુમાર શર્મા

    ઝરૂખો નથી ને અટારી નથી; હું કરતો પ્રતીક્ષા તે બારી નથી.  . હજી કોઈ ચકલીઓ બેસે છે ત્યાં, છબી ભીંતથી મેં ઉતારી નથી. . હજી ચાંદની ત્યાં જ પથરાય છે; અગાશીમાં પેલી પથારી નથી. . ટપાલી તો નાખી ગયો થોકડો; ચબરખીયે એમાં તમારી નથી.  . કવિતા મળી જે તે વાંચું છું હું; મેં હ્રસ્વ ઇ…

  • એક દુ:સ્વપ્ન – વિપિન પરીખ

    આજથી હું ખિસ્સામાં પેન નહીં, છરી રાખીશ. મારાં સફેદ ઈસ્ત્રીબંધ વસ્ત્રોને મેં આગ લગાવી છે. હવે ધીમે ધીમે બ્હીતાં બ્હીતાં બોલે તે હું નહીં એક શબ્દ બોલીશ ને આખો મહોલ્લો ધ્રુજી ઊઠશે. કોણ લાંચ માગે છે ? – મારી સામે લાવો. એનાં કાંડાને હું કાપી નાખીશ. કોણ રસ્તામાં સૌભાગ્યવતીના ગળામાંથી મંગળસૂત્ર ખેંચી ભાગી જાય છે…

  • Home