-
તમે ક્યારેય – ભાવેશ ભટ્ટ
તમે ક્યારેય તિરાડોનો ચિત્કાર સાંભળ્યો છે ? જો ના સાંભળ્યો હોય તો તમે બહેરા છો, . તમે ક્યારેય લોહીલુહાણ ચીસોનાં ટોળા જોયા છે ? જો ના જોવા હોય તો તમે આંધળા છો, . તમે ક્યારેય કોઈ નથીની સાથે સંવાદ કર્યો છે ? જો ના કર્યો હોય તો તમે મૂંગા છો, . મને ખરેખર અફસોસ છે…
-
સાહિબ સપ્તક (૭) – નીતિન વડગામા
સાહિબ, બને શ્વાસનું બખ્તર. કાળ તણા વિકરાળ પ્હાડ થઈ જાતા જાણે કંકર ! . પડછાયો થઈ પડખે રહીને એ રખવાળું કરતાં બળબળતા સૂરજને ઝીલી વાદળ થઈ ઝરમરતા. . જોજન છેટે હોય છતાંયે લાગે નિકટ નિરંતર. સાહિબ, બને શ્વાસનું બખ્તર. . શૂળીનો એ હુકમ સોયથી સહજ ઉકલી જાતો ! થંભેલો ધબકારો દોડી ફરી નાચતો – ગાતો!…
-
સાહિબ સપ્તક (૬) – નીતિન વડગામા
સાહિબ, સાચો સાગરખેડુ. ખેપ કરીને ભરતો એ સૌની ઈચ્છાનું બેડું. . દરિયો એ છે, એ જ હલેસું, એ જ આપણી હોડી. મૂરખ મનવા, તારે એને કેમ મૂકે તરછોડી ! . કાંઠાની રેતી થઈને કાં મોજાંને છંછેડું ? સાહિબ, સાચો સાગરખેડુ. . નિત્ય નિરંતર થાતી રહેતી એની આવનજાવન. પગલું પડતું ને થઈ જાતું મનનું ફળિયું પાવન…
-
સાહિબ સપ્તક (૫) – નીતિન વડગામા
સાહિબ, શાંત સરોવરપાણી. સચરાચરમાં ઝિલાતી કંઈ ભીની અમરતવાણી. . ભરતી-ઓટ ન આવે એમાં, ના ઊછળતાં મોજાં. પળપળ વીતે સમથળ એને શું ઈદ કે શું રોજા ? . રોમેરોમે રામરટણની કરતા રહે ઉજાણી. સાહિબ, શાંત સરોવરપાણી. . કોરા એ કાંઠાને જળનો કાયમનો સથવારો. હંસ ચણે છે હરખે હરખે મીઠો મોતીચારો. . કાળમીંઢ પથ્થર વચ્ચેથી સતત વહે…
-
સાહિબ સપ્તક (૪) – નીતિન વડગામા
સાહિબ, વીરડો ગાળે રણમાં. ખોબેખોબે ભીનપ વહેંચે ધરતીના કણકણમાં. . વૈશાખી તીખા તડકાને વ્હાલ કરી વેંઢારે. વાદળ થઈને સૌને ફળિયે વરસે અનરાધારે. . રઢિયાળી રંગોળી પૂરે અવાવરુ આંગણમાં. સાહિબ, વીરડો ગાળે રણમાં. . એની આંખો સૌની પીડાનું પરબીડિયું વાંચે. જગને રાજી જોવા એ તો રામરટણમાં રાચે. . મેળ નહિ બેસે કંઈ મનવા, અધકચરી સમજણમાં. સાહિબ,…
-
સાહિબ સપ્તક (૩) – નીતિન વડગામા
સાહિબ, થાય જરા બસ રાજી. અવર કશું ના યાચું ના કંઈ કરું ઝંખના ઝાઝી. . રાજીપાની રેખામાંથી મળે સંપદા મોટી હીરા-મોતી છોડી શું કામ લઈ એક લખોટી ! . બંધ આંખથી રમતાં તોયે જીતી જઈએ બાજી ! સાહિબ, થાય જરા બસ રાજી. . મેલા જીવને માફ કરી કરીને રુદિયામાં સંઘરજો. કાલાઘેલા શબ્દોનીયે હૂંડી કબૂલ કરજો.…
-
સાહિબ-સપ્તક (૨) – નીતિન વડગામા
સાહિબ, દર્શન ઝટપટ દેજો. નાના-મોટા પટ પછવાડે હવે ન ઝાઝું રહેજો. . સમરણનાં તંતુને ટેકે ક્યાં લગ ઊભા રહેવું ? જીવ ઝૂરતો અંદર અંદર એ દખ કોને કહેવું ? . મનના ગુના માફ કરી, પંપાળી પડખે લેજો. સાહિબ, દર્શન ઝટપટ દેજો. . મોઢામોઢ થવાની ઈચ્છા રોમેરોમમાં ઊગે, કેદ થયેલો કૂવો દરિયે કેમ કરીને પૂગે ?…
-
નૂતનવર્ષાભિનંદન
દિવાળીના દીવડાનો પ્રકાશ આપના જીવનમાં અઢળક પ્રેમ પાથરે અને દુ:ખોને અંધકારની જેમ દૂર કરે… નવું વર્ષ તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપત્તિ લાવે એ જ શુભેચ્છા… હિના પારેખ તથા પરિવાર
-
સાહિબ-સપ્તક (૧) – નીતિન વડગામા
સાહિબ, જરા ઝંખીએ ઝાંખી. ભાંગેલી ભીતરની બારી અમે ઉઘાડી રાખી. . ક્યાં કહીએ કે અમને આપો સૂરજ આખેઆખો ? એકાદા કિરણની આંગળીએથી ચપટીક ચાખો. . એક પલકમાં ઓગળશે આ જીવની બધી તુમાખી. સાહિબ, જરા ઝંખીએ ઝાંખી. . ઝીણો એ ઝબકારો ઉલેચે અઢળક અંધારા, થીજી જાતા અચરજઘેલી આંખોના પલકારા ! . પાર કરાવે પદ નાનકડું,નાની અમથી…
-
દીપપર્વ – હિના પારેખ “મનમૌજી”
એક કલાકથી એ બસની લાઈનમાં ઉભો હતો. બસ આવતી અને ભરાઈને ચાલી જતી. ને છતાં લાઈન તો એટલી ને એટલી જ હતી. સદનસીબે એક ખાલી બસ આવી. પાછળથી એને ધક્કો વાગ્યો અને એ ધકેલાઈને બસમાં ચઢી ગયો. બારી પાસે જગ્યા ખાલી હતી. ત્યાં જઈને એ બેઠો. બારીની બહાર નિહાળવું તો ક્યારેક આંખો બંધ કરીને વિચારવું…
-
Home