-
આંખમાં અનુરાગ – હરિશ પંડ્યા
આંખમાં અનુરાગ જેવું હોય પણ, ના હોય પણ, ચાંદમાં પણ દાગ જેવું હોય પણ, ના હોય પણ. . લાકડાંને ક્યાં સુધી સંકોરવાં એ તો કહો, તાપણીમાં આગ જેવું હોય પણ, ના હોય પણ. . સાંજનાં પંખી બધાં ફરે છે ક્યાં જવા ? આ નગરમાં બાગ જેવું હોય પણ, ના હોય પણ. . ધૂળનો ઢગલો ગણીને…
-
એક લસરકે – ગુણવંત ઉપાધ્યાય
એક લસરકે અજવાળું અજવાળું કરતી ચરણકમળની ધૂળ ! ભલે કોઈને હોય નહીં પણ અમને ભલી કબૂલ ! . અંજાતી જ્યાં આંખ જરાશી અંધારું અટવાતું પ્હો ફાટતા, ઝાકળ વચ્ચે મારગ કરતું જાતું કોણ કહે છે : ઝાકળભીની ડાળી સંગે ફૂલ સરીખું ઝૂલ ?! . અંતર પર અંતરની ભીની પીંછી મઘમઘ ફોરે પૃથ્વી પટ પર ચિત્ર અલૌકિક રોજ…
-
કપરું હોય છે – સંધ્યા ભટ્ટ
ખેલવાનું, હારવાનું ખૂબ કપરું હોય છે જાતને સમજાવવાનું ખૂબ કપરું હોય છે . પોતપોતાનું મળે છે આભ તો સૌ કોઈને પંખી માફક ઊડવાનું ખૂબ કપરું હોય છે . પૂર્ણમાંથી અલ્પ, પાછું અલ્પમાંથી પૂર્ણ પર ચંદ્રગતિએ ચાલવાનું ખૂબ કપરું હોય છે . કાળું કાળું ઘટ્ટ અંધારું બધે વ્યાપેલું હો, તે સમય અજવાળવાનું ખૂબ કપરું હોય છે…
-
થાકી જાશો – પરાજિત ડાભી
ખોટા સરવાળા જેવો હું ગણતાં ગણતાં થાકી જાશો, માણસ નામે પુસ્તક છું હું ભણતાં ભણતાં થાકી જાશો. . પીડા પાર વગરની થાશે, દર્દોથી ઉબકાઈ જવાના, જખમો લોહીઝાણ મળ્યાછે, ખણતા ખણતા થાકી જાશો. . ખળભળ થાતી બહુમાળીમાં, ઝાંખો ઝાંખો જીવ બળે છે, ખરવા લાગ્યા કૈંક મિનારા, ચણતા ચણતા થાકી જાશો. . તાકા રેશમના વણનારા હાથ મશીને…
-
શું ગાંધીજી એક અવ્યવહારુ મહાત્મા હતા? – ગુણવંત શાહ
આપણી વચ્ચે એક એવો મહામાનવ થઇ ગયો, જે પોતાની જાતને છેતરવા તૈયાર ન હતો. જે મનુષ્ય પોતાની જાતને ન છેતરે, તે અન્યને છેતરી શકે ખરો? એ મહામાનવ મરવા તૈયાર હતો, પરંતુ કોઇને મારવા માટે તૈયાર ન હતો. એનું જીવન ખુલ્લી કિતાબ જેવું હતું. એ માણસનો એક્સ-રે આખી દુનિયાને જોવા મળ્યો. ફોટોગ્રાફ છેતરે, પરંતુ એક્સ-રે કદી…
-
જડતાં નથી કારણ મને – દક્ષા બી. સંઘવી
ઝાંઝવા પીતી રહું, રોકી શકે ક્યાં રણ મને ! સાવ સૂકી રેતનું છે તીવ્ર આકર્ષણ મને ! . વૃક્ષના જેવી કફોડી છે દશા મારી જુઓ, ઝંખના આકાશની ને મૂળનું વળગણ મને ! . સૂર્યની સાથે ક્ષિતિજે આથમી જાવું અફર, ને સતત શોધ્યા કરે અજવાસનું પ્રાંગણ મને ! . આયનામાં કેટલાં વર્ષો પછી જોયું અને, મામલો…
-
જળ બની – આહમદ મકરાણી
હુંય આવી જાઉં અંતે પાઘડીનો વળ બની, ને ભુલાતો જાઉં કોઈ ગતસમયની પળ બની. . આ સમયના વૃક્ષ પર માનવ ઝૂલે પણ ક્યાં સુધી ? મોત કેરા હાથમાં એ જઈ શકે છે ફળ બની. . કેટલાં ડગલાં ભરે એની ખબર ક્યાંથી પડે ? આ ધરા પણ છેતરે છે હરઘડી જ્યાં છળ બની. . હર દશા…
-
એ જ વેળા – કરસનદાસ લુહાર
શુષ્કતાની એ વિલક્ષણતા જ અલગારી હતી; રણ વચોવચ છમ્મલીલી એક જે ક્યારી હતી. . ભરબપોરે ધૂળની પીડાને તેં ઠારી હતી; પાડીને કુમકુમ પગલીઓ કેડી શણગારી હતી. . હું વિજય પામું હતો એવો જ આશય એટલે તેં જ જાણી જોઈને આખી રમત હારી હતી ! . સ્વપ્ન તારાં આવતાં’તાં મારી આંખોમાં સતત, સાવ ટૂંકી રાતને મેં…
-
પહોંચ્યા હતાં – સાહિલ
music, utorrent Continue reading →
-
દોષ ના આપો – ઉર્વીશ વસાવડા
નથી મંઝિલ મળી એનો ચરણને દોષ ના આપો કશું દેખાય ના તો આવરણને દોષ ના આપો . હકીકત છે તમે એકેય પણ બારી નથી ખોલી બધે અંધાર છે ઘરમાં કિરણને દોષ ના આપો . નજર સામે પડેલું સત્ય સમજાતું નથી એને લખ્યું વાંચી નથી શકતો અભણને દોષ ના આપો . નથી સંભવ હિસાબો રાખવા વીતેલ…
-
Home