Home

  • પ્રતીક્ષા તરીકે – ભરત ભટ્ટ ‘પવન’

    પ્રતીક્ષા તરીકે આ નવતર પ્રણાલી ચડી જાય હૈયે ઘણીવાર ખાલી. .  હવે આ ઉતરતી નથી ઝણઝણાટી, છતાં પણ દશા ખૂબ લાગે વહાલી.  . કદી આપ તદ્દન વડીલ જેવું બોલો, અમુકવાર વાણી શિશુથીય કાલી. .  તમે એમ ચાલ્યાં સુગંધી બનીને, સભાખંડ મધ્યે ગઝલ જેમ ચાલી.  . નથી કોઈ ચોક્ક્સ દિશામાં જવાનું, ‘પવનની’ અમે આંગળી તોય ઝાલી.…

  • શરણાગતિ – રવીન્દ્રનાથ ટાગોર

    . આજ લગી મેં તો એનો ચહેરો ન જોયો, મહોરો ન જોયો સાંભળી કેવળ વાંસળી મન આપી બેઠી પ્રાણ આપી બેઠી સ્વીકારી લીધી મધથી મીઠી શરણાગતિની સાંકળી. સાંભળ્યું છે કે એ કાજળકાળો જોવા જેવો નથી ચહેરો રૂપાળો સખી જમુનાને જળ ભરવા પાણી જઉં કે નહીં એ વિચારે મનમાં ને મનમાં હું તો થાઉં છું અરે…

  • રામ એમાં શું કરે ? – લાલજી કાનપરિયા

    . શબરી એનાં ચાખી બોર નાહક મચાવે અમથો શોર, રામ એમાં શું કરે ?  . કોઈ બિછાવી ફળિયે ફૂલ કરે આમ સુગંધી ભૂલ, રામ એમાં શું કરે ?  . ઈચ્છાઓને તેડી કાંખે સતત ખુદને ફરતી રાખે, રામ એમાં શું કરે ?  . મંદિર મંદિર પ્રગટ્યા હરિ પથ્થરમાં જઈ શ્રદ્ધા ઠરી, રામ એમાં શું કરે ?…

  • એ જ ચોમાસું – સંદીપ ભાટીયા

    દોસ્ત, સાથે ભીંજાયા એ જ ચોમાસું બાકી જે વરસે એ શ્રાવણની બપ્પોરે રણની આંખોથી ઝર્યા આંસુ  . નોખીનોખી છત્રી એ છત્રી શું, ન્હાવું શું નોખાંનોખાં નેવાં તળે નહાવું જુદાંજુદાં ગીતોથી તો ડૂમો ભલો રે ભાઈ, જુદા જુદા સૂરમાં શું ગાવું  . ગીત સાથે ગાયાં એ જ ચોમાસું બાકી જે વરસે એ શ્રાવણની બપ્પોરે રણની આંખોથી…

  • દીવો હોલવ ! – કરસનદાસ લુહાર

     અજવાળું બહુ ડંખે છે, લે દીવો હોલવ ! આંખ તમરાને ઝંખે છે, લે દીવો હોલવ !  . ટેરવડાં શૃંગાર સજે, લે દીવો હોલવ ! સ્પર્શોની શરણાઈ બઝે, લે દીવો હોલવ !  . કાળી ઈચ્છા મરકે છે, લે દીવો હોલવ ! લોહીમાં કંઈ ફરકે છે, લે દીવો હોલવ !  . પછી આપણે ઝળહળશું, લે દીવો હોલવ…

  • પ્રાર્થના…!! – એષા દાદાવાળા વ્યાસ

    એ દિવસે તું આવજે… અને ખભે હાથ મૂકીને ખાલી એટલું જ કહેજે કે ચિંતા નહીં કરીશ, હું બેઠો છું… અચાનક ક્યાંકથી ઊગી નીકળેલી ગાંઠને ઉકેલવામાં તારી મદદની આમા તો કોઈ જરૂર નથી તો પણ, તું આવજે ખરો અને દસ બાય દસનાં એરકંડિશનિંગ હાઈજીન ઓરડામાં ચાલતું બધું જ જોયે રાખજે ચૂપચાપ પીન ડ્રોપ સાઈલન્સ વચ્ચે ચાલતાં…

  • નહીં જવા હું દઉં – ત્રિલોચન જેસલપરા

    ઠીક છે, જવું હોય તો જાઓ પણ તમને નહીં જવા હું દઉં. ફરી ફરીને, રહી રહીને એક વાત હું કહું : -કે તમને નહીં જવા હું દઉં.  . મારો વિરાટ લોભ- એને કોઈ કશો નહીં થોભ અમને ક્યાં છે કોઈ સંકોચ ? અમને નથી કશો કોઈ છોછ. વેલ વૃક્ષને વળગે એમ જ તમને વળગી રહું…

  • મારી જિંદગી – કિરીટ ગોસ્વામી

    મારી જિંદગી- રસ્તે રઝળતા નક્કામાં કાગળિયાં જેવી… ક્યારેક, કોઈ નાનકડાં બાળકના હાથમાં આવી જાઉં તો બહુ બહુ તો રોકેટ બનીને હવામાં જરાવાર ઊડું ! ને કાં તો હોડકું બનીને તરું પાણીના નાનકડા પ્રવાહમાં થોડીવાર ! પણ તેથી શું ?! આકાશમાં ઊડીને કે પાણીમાં તરીનેય મારી ચાહ ક્યાં પૂરી થવાની ? રખેને હું, તારા હાથમાં આવી…

  • સ્વામી વિવેકાનંદ અને ધર્મ

    પ્રથમ મુલાકાતમાં સ્વામી વિવેકાનંદને એક અમેરિકને પૂછ્યું અમારા ઈશુ કહે છે કોઈ તમને એક ગાલ પર તમાચો મારે તો તમે બીજો ગાલ સામો ધરો તો તમારો ધર્મ શું કહે છે ?  . ત્યારે સ્વામી વિવેકાનંદે બે વિકલ્પો બતાવ્યા.  . ૧. અમે ધર્મ સમજીને વર્તન જ એવું કરીએ કે તમાચો ખાવાનો વખત ન આવે.  . ૨.…

  • લાગી શરત – મુકેશ જોષી

    ભલભલા લોકો હૃદયનું ચેન હારી જાય છે લાગી શરત એમની ઝુલ્ફો ઉપર તો તુંય વારી જાય છે લાગી શરત  . સૂર તારો કંઠ તારો લોક તારા તે છતાંયે એ સભામાં એ, ગુલાબી સ્મિતથી મેદાન મારી જાય છે લાગી શરત  . એ પૂજારી છે બહુ સોહામણો ને એટલે શ્રદ્ધા લઈ છોકરી દરરોજ મંદિર એકધારી જાય છે…

  • Home