-
મળવાનું નામ હવે મૃગજળ – વિશનજી નાગડા
મળવાનું નામ હવે મૃગજળ રાખો ને નહિ મળવાનું નામ હવે પાણી સાંભળ્યું છે કહાન તમે રાજા થયા છો ને રાજાને સોળસો રાણી . બહાવરી આ આંખોને સમજાવી થાકી પણ થાય છે જરીય ક્યાં બંધ ? આંખો તો આંખો પણ કાનને હજીય કેમ પજવે છે પગરવની ગંધ ?! . પરવશતા પ્રેમમાં આટલી હશે એ કેમ લીધું…
-
ફરિયાદ – લક્ષ્મી ડોબરિયા
પાંપણ ઉપર થીજી ગઈ છે જે ક્ષણો એ યાદ છે જોયાં હતાં જે સોણલાં અકબંધ ને આબાદ છે. . એના કદમને રોકવા બેડી બનાવી યાદની આંખો મહીં એ કેદ થૈ કેવા ફરે આઝાદ છે ? . આકાશને બાંધ્યું જરી સંબંધના મેં તાંતણે ભીની થઈ આંખો અહીં ને ત્યાં થયો વરસાદ છે ! . કાચા હશે…
-
માલામાલ – કૃષ્ણ દવે
તારી એક એક વાતમાં કમાલ રે, અમે પળભરમાં થઈ જઈએ ન્યાલ રે. તું નીરખે ત્યાં ઊડે ગુલાલ રે, અમે પળભરમાં થઈ જઈએ ન્યાલ રે. . ઝાકળની પાંદડીમાં હૈયું ગૂંથીને પછી ઝળહળતો દીધો આ દેહ રે ! પાંપણ ખોલીને જરા મધમીઠી જનનીની નજરેથી પીવડાવે નેહ રે ! તારી કીકીમાં ટહુકે છે વ્હાલ રે, અમે પળભરમાં થઈ…
-
શું કરું ? – પન્ના નાયક
શું કરું ? શું કરવું સમજાયું નહીં એટલે ગણું ગણું ને ભૂલી જાઉં એવું કામ કર્યા કર્યું. પૂનમની રાતે (અમાસે તો સહેલા !) આંખ-મીચકારતા તારા ગણ્યા. પારિજાતની ખુલ્લી-અર્ધખુલ્લી કળીઓ ગણી. બારી બહાર ટપ ટપ ટપકતાં વર્ષાનાં ફોરાં ગણ્યાં. ઘડિયાળના કાંટા ખસે એ ક્ષણ પકડવા પ્રયત્ન કર્યો. મિનિટમાં મારી આંખો કેટલી વાર પલકારે છે એની અરીસામાં…
-
થઈ ગયા તાર – જતીન મારુ
થઈ ગયા તાર-તાર રમવામાં, લાગણીનો જુગાર રમવામાં. . મન પડ્યું તેમ મોજ માણી છે, જોઈ ના જીત-હાર રમવામાં. . એક-બે દાવમાં જ ક્યાં થાક્યો ? લઉં અનુભવ હજાર રમવામાં. . દોસ્ત ! તું ય ઝંપલાવ દિલ ખોલી, જો મજા છે ધરાર રમવામાં. . જિંદગી ક્યાં વિષય છે ચર્ચાનો, છે ‘જતીન’ ફક્ત સાર રમવામાં. . (…
-
શોધી લે – તથાગત પટેલ
એ પાને પાને ઊભેલો છે શોધી લે, એણે રસ્તો પણ આપેલો છે શોધી લે. . એકલવાયો બે ડગ આગળ માંડી તો જો, સામે મળવા જાતે ઘેલો છે શોધી લે. . ભ્રમણા ને શંકાના જાળામાંથી નીકળ, આખો દરવાજો ખોલેલો છે શોધી લે. . અંધારાની સાથે નડતર ઓળંગી જા, કાયમ દીપક ત્યાંપ્રગટેલો છે શોધી લે. . વાંચી…
-
મને થોડો સમય આપો – આહમદ મકરાણી
કથા વિસ્તારથી કહેવા મને થોડો સમય આપો ઊઠેલા દર્દને સહેવા મને થોડો સમય આપો. . બની તોફાન, ઝંઝાવાત કીધી કૈં રઝળપાટો, ઠરીને ઠામ તો થાવા મને થોડો સમય આપો. . થપાટો રણતણી ખાધી, ઊઠી જીવનમહીં આંધી, હવે ગંગાજળે ન્હાવા મને થોડો સમય આપો. . હજારો ઊર્મિઓ ઊઠી જીવનનો રાગ છેડે છે, જીવનમાં ગીત કૈં ગાવા…
-
એક આંખમાં – સુરેશ દલાલ
એક આંખમાં ધરતી અને એક આંખમાં આભ આપણી એવી દ્રષ્ટિ કે અહીં વસતા શુભ ને લાભ . ફૂલને કેવળ જોયા કરે વાદળ ઉપર મોહ્યા કરે કોઈકના સુખમાં હરખ હરખ ને કોઈના દુ:ખથી રોયા કરે. . આટલું સહજ સહજ થતું હોય તો હૃદય સાફ આપણી એવી દ્રષ્ટિ કે અહીં વસતા શુભ ને લાભ . કોરી કોરી…
-
લઈને ઊભો છું – ‘પ્રણય’ જામનગરી
કેટલાં કામ લઈને ઊભો છું હાથ સૂમસામ લઈને ઊભો છું. . રાત વીતે પછી વિચારીશું ધૂંધળી શામ લઈને ઊભો છું. . ખાલીપો જે મહીં ભરેલો છે હું એવો જામ લઈને ઊભો છું. . આ હકીકત મને ડરાવે છે સ્વપ્નનું ગામ લઈને ઊભો છું. . કોણ સમજી શકે ખુલાસાને ! તે છતાં હામ લઈને ઊભો છું.…
-
लगते हैं – राजेश रेड्डी
मिलते ही हमको समझाने लगते हैं दीवानों को हम दीवाने लगते हैं . किस पर तीर चलाऊँ किसको छोडूँ मैं दुश्मन सब जाने-पहेचाने लगते हैं . दिन भर जो ढोते हैं बोझ खामोशी का नींदों में अकसर चिल्लाने लगते हैं . झूठ को फैलने में लगते हैं बस कुछ पल लेकिन सच को कई जमाने…
-
Home