Home

  • લો તમે દીવો કરો – મુકેશ જોષી

     સાંજ વીત્યાનો વખત છે લો તમે દીવો કરો રાહ જોતું આ જગત છે લો તમે દીવો કરો  . વાયરા સામે કશું પેટાવવું ફાવે નહીં આપને માટે રમત છે લો તમે દીવો કરો  . ના મને અંધારામાં કશું જ દેખાતું નથી કોક મારામાં સતત છે લો તમે દીવો કરો  . એ મને મળવા હજુ આતુર છે…

  • ભરતીની જેમ – હિતેન આનંદપરા

    ભરતીની જેમ પ્રેમ-છોળે ભીંજાવ, ઓટ જેમ ઓસરવું શ્યામ – તારી ઘેલી આ ગોપીને રઘવાઈ મેલીને દૂર દૂર સરવું શું કામ ?  . ગોપીની આંખેથી ઝરતો વરસાદ હવે પૂર જેમ ધસમસતો વીફરે ગોપીની રગમાં કંઈ એવો અવસાદ : એની કાલિમા ચહેરા પર નીતરે રોમ રોમ જેનું જપે તારા તે જાપ એને દૂરતાના દીધા તે ડામ તારી…

  • નામની ધજા – ગણેશ સિંધવ “બાદલ”

    આ અફાટ રણ વચ્ચે, રેતની ટેકરી પર ચડીને દૂર દૂર નજર દોડાવું છું ક્યાંય તારા નામની ધજા ફરકતી જોઈ શકતો નથી. સમગ્ર રણને ઘોળીને પીધાં પછી પણ કહી ના શકું, “હવે મને દર્દ થતું નથી.” મારા આ દર્દની વ્યથાને કણસતો કણસતો સવારે ઊઠું છું ત્યારે સૂરજના કિરણોનું ઈન્જેક્શન કારગત નીવડે છે. ને તારા નામની ધજાને…

  • એટલું તો કર – કિસ્મત કુરેશી

    ભૂલ્યો હું ત્યાંથી પાછો ગણું, એટલું તો કર, રેતી ઉપર ન ઘર હું ચણું, એટલું તો કર.  . દિલ મારું ગૂંચવાય છે શબ્દોની જાળમાં મુજ દર્દ  મૌનમાં હું વણું, એટલું તો કર.  . મારે ક્યાં કોઈ આંખ તણી કીકી થાવું છે ? કો’આંખનું ન માને કણું, એટલું તો કર.  . ઠંડે કલેજે કીધાં ઘણી લાગણીનાં…

  • जमीं से पहले – राजेश रेड्डी

    जमीं से पहले खुले आसमान से पहले न जाने क्या था यहाँ इस जहान से पहले  . हमें भी रोज ही मरना पडता है मौत आने तक हमें भी जिन्दगी देनी है जान से पहले  . खयाल आते ही मंजिल से अपनी दूरी का मैं थक सा जाता हूँ अक्सर थकान से पहले . जो…

  • NOTHINGNESS – ગુણવંત શાહ

    મેં તારી રાહ જોઈ – છેલ્લું કિરણ અંધારાને શરણે ગયું ત્યાં સુધી. પછી નિ:શ્વાસને સોણલાં ફૂટ્યા; ને ભીનીભીની વીજળી ય ચમકી પણ મેઘલી રાતે મને સંભળાતા પગરવમાં તારા ઝાંઝરે સાદ ન પુરાવ્યો. ગઈ રાતે તો હતું જ કે તું આવશે પણ … … … હવે તું આવે ત્યારે કદાચ હું નહિ હોઉં. અને છતાં ય…

  • વહાલપ – માણેકલાલ પટેલ

    તમે ફૂલ બનવાનું પસંદ કરશો કે વેલ એવું જો કોઈ મને પૂછે તો હું તો વેલ બનવાનું જ પસંદ કરું કેમ કે, ફૂલ રાતે ખરી પડે છે જ્યારે વેલ રાત-દિવસ લીલીછમ રહી વહાલપ વરસાવ્યા કરે છે. ખીલીને ખરવા કરતાં જો લીલોતરીનું અવિરત વહાલપ વેલ બની વીંટળાઈ રહેવામાં મળતું હોય તો પછી એના પર ફૂલ ખીલે…

  • તારા સિંહાસનેથી – રવીન્દ્રનાથ ટાગોર

    તું તારા સિંહાસનેથી ઊતરીને મારી ઝૂંપડી પાસે આવીને ઊભો રહ્યો !  . એકલો એક ખૂણામાં બેઠો બેઠો હું તો મારું ગીત ગૂંજી રહ્યો હતો, અને એનો કોઈક સ્વર તારે કાને પડી ગયો હતો !  . -અને તું તારું સિંહાસન છોડીને; મારી ગરીબની ઝૂંપડીના દ્વારે આવીને ઊભો રહ્યો !  . તારા દીવાનખાનામાં મોટા મોટા ગવૈયાઓની મિજલસ…

  • મને ગમશે…- અલ્પા નાયક મોદી

    અરેરે…..! તું આમ હતાશ શાને થઈ ગયો ? તું ખરી ગયેલું પુષ્પ હશે તો મને તારામાં રસ સીંચી ભમરો થઈને તારી સમીપ આવવાનું ગમશે તારી પાનખરને વસંત બનાવી મને તારી પ્રિયતમા થવાનું ગમશે. તારી નિરાશાઓને આશાને ઊર્મિઓ વડે ભીંજવવાનું ગમશે. તારા દર્દ અને મારા આનંદની અદલાબદલી કરવાનું મને ગમશે. તારી આંખોના અશ્રુ છીનવી લઈ તને…

  • અષાઢ – રત્નો

    અસાડ આવ્યો હો સખી, કેમ કરી કાઢું દન; નાથ નમેરા થઈ રહ્યા, હૃદે પડ્યાં રે રતન.  . અસાડો રે ઘન ઉલટ્યો, માગ્યા વરસે રે મેહ; વીજલડી ચમકારા કરે, વ્હાલે દીધો રે છેહ.  . મોરના સોર સોહામણા, દાદુર બોલે રે જોર; કોયલડી ટૌકા કરે, નાવ્યા નંદકિશોર.  . રાત અંધારી ઊડે આગિયા, દેખી ઝળકે રે મન; દીવડો…

  • Home